શિવસેનાના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉત બદનક્ષી કેસમાં દોષિત

શિવસેનાના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતને માનહાનિ કેસમાં કોર્ટે દોષિત ઠેરવ્યા છે. અને કોર્ટે 15 દિવસની જેલની સજા ફટકારી છે.

New Update
sanjay

શિવસેનાના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતને માનહાનિ કેસમાં કોર્ટે દોષિત ઠેરવ્યા છે. અને કોર્ટે 15 દિવસની જેલની સજા ફટકારી છે. આ ઉપરાંત કોર્ટ દ્વારા 25 હજારનો દંડ ફટકારવાનો હુકમ પણ કર્યો  છે.

મુંબઈમાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે ગુરુવારે શિવસેનાના રાજ્યસભાના સાંસદને ભાજપના ભૂતપૂર્વ સાંસદ કિરીટ સોમૈયાની પત્ની ડો.મેધા સોમૈયા દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્યા છે. કોર્ટે રાઉતને 15 દિવસની સાદી કેદની સજા ફટકારી છેઅને 25,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છેજે રાઉત પાસેથી વળતર તરીકે વસૂલવામાં આવશે.

ભાજપ નેતા કિરીટ સોમૈયાની પત્ની મેધા સોમૈયાએ રાઉત વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે રાઉતે મીરા ભાયંદરમાં સાર્વજનિક શૌચાલયના નિર્માણમાં રૂપિયા 100 કરોડના કૌભાંડમાં સામેલ હોવાના તેના અને તેના પતિ પર પાયાવિહોણા અને બદનક્ષીભર્યા આરોપો લગાવ્યા હતા. આ નિવેદનો ઈલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા દ્વારા મોટા પાયા પર સામાન્ય જનતામાં પ્રકાશિત અને પ્રસારિત કરવામાં આવ્યા હતા.

Latest Stories