બિહારના ભોજપુરમાં ચોંકાવનારી ઘટના, પિતાએ બાળકો સાથે ઝેરના ઘુંટ પીધા,ત્રણના મોત

એક પિતાએ તેના ચાર બાળકો સાથે ઝેર પી લીધું હતું, જેના કારણે ત્રણ માસૂમ બાળકોના મોત થયા હતા, જ્યારે પિતા અને એક બાળક જીવન-મરણ વચ્ચે ઝઝૂમી રહ્યા છે

New Update
Bihar Mass Suicide Case

બિહારના ભોજપુર જિલ્લાના બિહિયા પોલીસ સ્ટેશન વિસ્તારના બેલવાનિયા ગામમાં એક દર્દનાક ઘટના સામે આવી છે. એક પિતાએ તેના ચાર બાળકો સાથે ઝેર પી લીધું હતુંજેના કારણે ત્રણ માસૂમ બાળકોના મોત થયા હતાજ્યારે પિતા અને એક બાળક જીવન-મરણ વચ્ચે ઝઝૂમી રહ્યા હતા.

Advertisment

આ દુર્ઘટના બાદ સમગ્ર ગામમાં શોકનો માહોલ છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે મૃતકની પત્નીનું ગયા વર્ષે અવસાન થયું હતુંત્યારબાદ તે માનસિક તણાવમાં હતો. ડિપ્રેશનના કારણે તેણે આ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું મનાય છે.

સૂત્રોના જણાવ્યા અનુસારવ્યક્તિએ પહેલા તેના ચાર બાળકોને ઝેર ખવડાવ્યું અને પછી પોતે ઝેર ખાઈ લીધું હતું. જ્યારે પરિવારના અન્ય સભ્યોને આ ઘટનાની જાણ થઈ ત્યારે તમામને તાત્કાલિક સદર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ડોક્ટરોએ ત્રણ બાળકોને મૃત જાહેર કર્યાજ્યારે પિતા અને એક બાળકની સારવાર ચાલી રહી છે.

Advertisment
Latest Stories