Connect Gujarat
દેશ

સેલવાસ : મદ્રેસાના મૌલવી સામે સગીરાએ નોંધાવી દુષ્કર્મની ફરિયાદ, આરોપીની ધરપકડ

સંઘપ્રદેશ સેલવાસમાં રહેતી સગીરાએ મદ્રેસાના મૌલાના સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. સગીરાની ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

X

સંઘપ્રદેશ સેલવાસમાં રહેતી સગીરાએ મદ્રેસાના મૌલાના સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. સગીરાની ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

સંઘપ્રદેશ દાદરા અને નગરહવેલી ના સેલવાસમાં 17 વર્ષીય સગીરાએ મૌલાના પર દુષ્કર્મ આચરવાનો આરોપ લગાવ્યો છે. આરોપ બાદ સંઘપ્રદેશમાં ચકચાર મચી છે. સગીરાની ફરિયાદના પગલે ઉચ્ચ અધિકારીઓએ તપાસ હાથ ધરી છે. હાલ તો જેના પર આરોપ લાગ્યો છે તેવા મૌલવીની ધરપકડ કરી લેવામાં આવી છે. સેલવાસ પોલીસે દુષ્કર્મ તથા પોકસો એકટ હેઠળ ગુનો દાખલ કર્યો છે.

ફરિયાદી સગીરાની માતાએ જણાવ્યું હતું કે, સગીરા છેલ્લા ચાર વર્ષથી મદ્રેસામાં અભ્યાસ કરતી હતી. આરોપી મૌલવીએ તેને માથાના દુખાવાના બહાને બોલાવી દુષ્કર્મ આચર્યું છે. આરોપીને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગણી ફરિયાદીના વાલીઓએ કરી છે.

Next Story
Share it