હવે ભાગ્યે જ રસ્તા પર જોવા મળશે સ્લીપર કોચ બસો,વાંચો કારણ

કમિશનના અધ્યક્ષ પ્રિયંક કાનૂનગોએ તમામ રાજ્યોના મુખ્ય સચિવોને સલામતીના ધોરણોનું ઉલ્લંઘન કરતી બધી સ્લીપર કોચ બસોને રસ્તાઓ પરથી હટાવી દેવાનો નિર્દેશ આપ્યો

New Update
ac-bus-new-deluxe-sleeper-coach-bus-body

ભારતના રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC) એ સ્લીપર બસો અંગે નિર્દેશો જારી કર્યા છે. કમિશનના અધ્યક્ષ પ્રિયંક કાનૂનગોએ તમામ રાજ્યોના મુખ્ય સચિવોને સલામતીના ધોરણોનું ઉલ્લંઘન કરતી બધી સ્લીપર કોચ બસોને રસ્તાઓ પરથી હટાવી દેવાનો નિર્દેશ આપ્યો છે. તમને જણાવી દઈએ કે ભારતમાં સ્લીપર બસો ખાસ કરીને રાતે લાંબી મુસાફરી અથવા આરામદાયક મુસાફરી માટે બુક કરવામાં આવે છે. પરંતુ ઓવરલોડિંગ, નબળી જાળવણી, સ્પીડ અને સલામતીના ધોરણોની અવગણનાને કારણે, સ્લીપર બસ અકસ્માતોનો ભોગ બને છે. સ્લીપર બસોમાં બેદરકારીના કારણે થતા અકસ્માતોમાં લોકોના મૃત્યુ થવા એ ભારતીય બંધારણની કલમ 21 (જીવનનો અધિકાર)નું ઉલ્લંઘન છે. રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC) એ આ વર્ષે અસંખ્ય સ્લીપર બસ અકસ્માતોને ધ્યાનમાં રાખીને આ નિર્દેશો જારી કર્યા છે.

Latest Stories