સરકારે મહિલાઓ અને બાલિકાઓના સશક્તિકરણ માટે મહિલા સન્માન બચત પત્ર 2023ના નામે પોસ્ટ ઓફિસ દ્વારા સંચાલિત નવી સેવિંગ સ્કીમની શરૂઆત એક એપ્રિલ 2023થી કરી છે. આ સ્કીમની જાહેરાત નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણ વખતે કરી હતી. આ યોજનામાં ઈન્વેસ્ટમેન્ટ નિર્ધારિત સમય નક્કી કરવામાં આવી શકે છે.
દેશની મહિલા અને બાળ વિકાસ અને અલ્પસંખ્યક મામલામાં મંત્રી સ્મૃતિ ઈરાનીએ નવી દિલ્હીમાં સંસદ માર્ગ સ્થિત મુખ્ય પોસ્ટ ઓફિસમાં પહોંચીને પોતાનું મહિલા સન્માન બચત પ્રમાણપત્ર ખાતુ ખોલાવ્યું. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ બુધવારે 26 એપ્રિલે પોસ્ટમાં એક સામાન્ય નાગરિકની જેમ પહોંચીને આ સરકારી સ્કીમનું ખાતુ ખોલાવ્યું. તે લાઈનમાં ઉભા રહીને કાઉન્ટર પર પહોંચ્યા અને બધી ફોર્માલિટી પુરી કરી. ખાતુ ખુલ્યા બાદ તેમને ઓપરેટરની તરફથી કોમ્પ્યુટર જનરેટ રિસીપ્ટ પણ આપવામાં આવી.