/connect-gujarat/media/media_files/2025/06/07/qt3HgIbrh7lonxmQQRH3.jpg)
કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક બગડી હતી. ત્યારબાદ તેમને શિમલાની ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુના મુખ્ય સલાહકાર (મીડિયા) નરેશ ચૌહાણે મીડિયાને આ વાતની પુષ્ટિ કરી અને કહ્યું કે તેમને 'મામુલી સમસ્યાઓ'ને કારણે નિયમિત આરોગ્ય તપાસ માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.
તેમણે કહ્યું કે કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીને કેટલીક નાની સ્વાસ્થ્ય સમસ્યાઓને કારણે નિયમિત આરોગ્ય તપાસ માટે શિમલાની ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. ચૌહાણે મીડિયાને કહ્યું કે ડોક્ટરો તેમની તપાસ કરી રહ્યા છે. તેમની સ્થિતિ સ્થિર છે.
સોનિયા ગાંધી 78 વર્ષના છે. તેમની વધતી ઉંમર અને તેમની તબીબી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નિયમિત તપાસ અને સારવાર ચાલુ છે. ઉમર વધતા સાથે કોંગ્રેસ પાર્ટી હંમેશા તેમના સ્વાસ્થ્ય પ્રત્યે સતર્ક રહી છે અને દર વખતે જ્યારે પ્રિયંકા ગાંધી વાડ્રા અને રાહુલ ગાંધી તેમની સારવાર દરમિયાન હોસ્પિટલમાં હાજર રહે છે.