સમાજ સુધારક અને 'સુલભ ઈન્ટરનેશનલ'ના સ્થાપક બિંદેશ્વર પાઠકનું મંગળવારે નિધન થયું. બિંદેશ્વર પાઠકે દિલ્હી એઈમ્સમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ એક પ્રખ્યાત ભારતીય સમાજ સુધારક તરીકે ઓળખાતા હતા. પીએમ મોદીએ પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પીએમએ ટ્વીટ કરીને લખ્યું, 'ડૉ. બિંદેશ્વર પાઠકજીનું નિધન દેશ માટે ઊંડી ખોટ છે.
જણાવવામાં આવી રહ્યું છે કે સુલભ ઈન્ટરનેશનલની ઓફિસમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી બાદ તેમની તબિયત અચાનક બગડી હતી અને ત્યારબાદ તેમને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે માનવ અધિકાર, સ્વચ્છતા અને સામાજિક સુધારા માટે 1970માં સુલભ ઈન્ટરનેશનલ સોશિયલ સર્વિસ ઓર્ગેનાઈઝેશનની સ્થાપના કરી હતી.