સુરત : અન્ય કારીગરોને કેફી દ્રવ્યવાળી ચા પીવડાવી રૂ. 11.47 લાખના હીરા લઈ ફરાર થયેલ કારીગરની ધરપકડ...

New Update
સુરત : અન્ય કારીગરોને કેફી દ્રવ્યવાળી ચા પીવડાવી રૂ. 11.47 લાખના હીરા લઈ ફરાર થયેલ કારીગરની ધરપકડ...

કારખાનામાંથી રૂ. 11.47 લાખના હીરાની ચોરીનો મામલો

કર્મચારીએ કારીગરોને કેફી દ્રવ્ય ચા પીવડાવી બેભાન કર્યા

CCTVના આધારે મુદ્દામાલ સાથે તસ્કરની ધરપકડ કરાય

મળતી માહિતી અનુસાર, સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલ હીરાના કારખાનામાં કામ કરતા કારીગરે વહેલી સવારે ચામાં કેફી દ્રવ્ય ભેળવી 8 કારીગરોને પીવડાવી બેભાન કર્યા હતા. એટલું જ નહીં, જે લોકો ચા નહોતા પીતા તેમને પણ માતા-પિતા તથા માતાજીના સોગંદ ખવડાવી ચા પીવડાવી બેભાન કર્યા હતા.

ત્યારબાદ ઓફિસમાં અલગ અલગ હીરાને કાપવાના 4 મશીન છે, જેમાં ચારેય મશીન પર પડેલા ફોરપી સરીનના પ્રોસેસનો માલ આશરે 2700 કેરેટ જેની કિંમત 11.47 લાખ જેટલી થાય છે, જે હીરાના માલની ચોરી કરી નાસી ગયો હતો. આ ઘટના બાદ કારખાનાના કર્મચારીઓએ CCTV ફૂટેજ જોતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. જે બાદ ભોગ બનેલા કારીગરોએ કતારગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, ત્યારે પોલીસે CCTV ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં જ આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.

Latest Stories