અયોઘ્યામાં રામલલ્લા પર આજે થશે સૂર્યતિલક, 25 લાખ લોકો ઉમટે એવી શક્યતા

રામનવમી માટે અયોધ્યામાં ભક્તોની ભીડ અત્યારથી જ એકઠી થવા લાગી છે. અનુમાન છે કે 17 એપ્રિલે 25 લાખ લોકો રામલલ્લાના દર્શન કરશે.

અયોઘ્યામાં રામલલ્લા પર આજે થશે સૂર્યતિલક, 25 લાખ લોકો ઉમટે એવી શક્યતા
New Update

રામનવમી માટે અયોધ્યામાં ભક્તોની ભીડ અત્યારથી જ એકઠી થવા લાગી છે. અનુમાન છે કે 17 એપ્રિલે 25 લાખ લોકો રામલલ્લાના દર્શન કરશે. તે દિવસે સરયુમાં સ્નાન, પછી હનુમાનગઢી અને રામ મંદિરમાં પૂજા કરવાની પરંપરા છે. ગયા વર્ષે રામ નવમી પર 15 લાખ લોકો આવ્યા હતા. રામ મંદિરના નિર્માણ બાદથી દરરોજ સરેરાશ દોઢથી બે લાખ શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચી રહ્યા છે.રામનવમીના દિવસે ભગવાન રામલલ્લાના ‘સૂર્ય તિલક’ને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ છે. રામનવમીના દિવસે એટલે કે આજે બપોરે 12 વાગ્યે રામલલાનું ‘સૂર્ય તિલક’ કરવામાં આવશે. લગભગ ચાર મિનિટ સુધી ભગવાન રામના કપાળ પર સૂર્યનો પ્રકાશ ચમકશે.આ અદ્ભુત ક્ષણના સાક્ષી બનવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બની શકે કે દરેક લોકોને મંદિરમાં આ દર્શન કરવા ન મળી શકે પરંતુ અયોધ્યામાં હાજર તમામ ભક્તો તેને જોઈ શકશે. આ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

#CGNews #India #Ayodhya #Ram Navami #Shree Ram #Suryatilak
Here are a few more articles:
Read the Next Article