ધીરેન્દ્ર શાસ્ત્રીને તેજ પ્રતાપ યાદવની ખુલ્લી ચેતવણી, પટનામાં છે 5 દિવસીય ભવ્ય કથાનું આયોજન

બાગેશ્વર ધામના આચાર્ય પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને લઈ ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે.

ધીરેન્દ્ર શાસ્ત્રીને તેજ પ્રતાપ યાદવની ખુલ્લી ચેતવણી, પટનામાં છે 5 દિવસીય ભવ્ય કથાનું આયોજન
New Update

બાગેશ્વર ધામના આચાર્ય પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને લઈ ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી બિહારની રાજધાનીમાં કથાનો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે. પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી 13 મેથી 17 મે સુધી પાંચ દિવસ બિહારમાં રહેશે. આ દરમિયાન તેમની મુલાકાતને લઈને વિવાદ શરૂ થયો છે. બિહારના પર્યાવરણ મંત્રી અને લાલુ યાદવના પુત્ર તેજ પ્રતાપે બાબાના આગમનને લઈને કડક વલણ અપનાવ્યું છે.

લાલુ યાદવના પુત્ર તેજ પ્રતાપ યાદવે કહ્યું છે કે, બાગેશ્વર બાબા હિન્દુ-મુસ્લિમનો લડાવવા માટે આવી રહ્યા છે, તેથી હું તેમનો વિરોધ કરીશ, એરપોર્ટ પર તેમને ઘેરી લઈશ."હિંદુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ અમે બધા ભાઈ છીએ, ભાઈચારાનો સંદેશ આપશે તો જ તેઓ બિહારમાં પ્રવેશી શકે છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ તેજ પ્રતાપની ચેતવણી પર કોઈ નિવેદન આપ્યું નથી.

#India #Connect Gujarat #BeyondJustNews #Patna #Dhirendra Shastri #Tej Pratap Yadav #Grand Katha
Here are a few more articles:
Read the Next Article