તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીએ સુપ્રીમ કોર્ટમાં બિનશરતી માફી માગી,કહ્યું હું ન્યાયતંત્રનું સન્માન કરું છું

Featured | દેશ | સમાચાર , તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીએ BRS નેતા કે. કવિતાએ જામીન પર આપેલા નિવેદન માટે સુપ્રીમ કોર્ટમાં બિનશરતી માફી માગી છે.

New Update
images (14)

તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીએ BRS નેતા કે. કવિતાએ જામીન પર આપેલા નિવેદન માટે સુપ્રીમ કોર્ટમાં બિનશરતી માફી માગી છે. રેવંતે X પર એક પોસ્ટમાં લખ્યું છે કે મારા નિવેદનને લઈને પ્રકાશિત થયેલા સમાચારમાં ટિપ્પણીનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે.

રેવંતે લખ્યું- 29 ઓગસ્ટના કેટલાક સમાચારોમાં મારા નામે કોમેન્ટ્સ કરવામાં આવી હતી, જેના કારણે એવું માનવામાં આવે છે કે હું માનનીય કોર્ટના ડહાપણ પર સવાલ ઉઠાવી રહ્યો છું. તે અહેવાલોમાં આપેલા નિવેદનો માટે હું મારી બિનશરતી માફી માગું છું. હું ન્યાયતંત્રનું સન્માન કરું છું અને કરતો રહીશ.બીઆર ગવઈની બેન્ચે 29 ઓગસ્ટે કેશ ફોર વોટ કેસની સુનાવણી કરી હતી. આ દરમિયાન તેમણે રેવંત રેડ્ડીના વકીલ મુકુલ રોહતગીને પૂછ્યું - 'શું તમે અખબારમાં વાંચ્યું કે તેમણે (રેવંત) શું કહ્યું? વાંચો.' કોર્ટે કહ્યું- કોર્ટને રાજકીય લડાઈમાં ઘસડવું યોગ્ય નથી. કોર્ટ નેતાઓની સલાહ લીધા બાદ નિર્ણય આપતી નથી. આવા નિવેદનો લોકોના મનમાં આશંકા પેદા કરે છે.

Latest Stories