Connect Gujarat
દેશ

દેશની રાજધાની ઠંડીમાં ઠૂઠવાય, લઘુત્તમ તાપમાન 1.5 ડિગ્રી

દેશની રાજધાની દિલ્હીમાં કડકડતી ઠંડી પડી રહી છે. ગઈકાલે રાત્રે અહીંનું લઘુત્તમ તાપમાન 1.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું,

દેશની રાજધાની ઠંડીમાં ઠૂઠવાય, લઘુત્તમ તાપમાન 1.5 ડિગ્રી
X

દેશની રાજધાની દિલ્હીમાં કડકડતી ઠંડી પડી રહી છે. ગઈકાલે રાત્રે અહીંનું લઘુત્તમ તાપમાન 1.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જેના કારણે હવામાન વિભાગ (IMD) એ ગાઢ ધુમ્મસનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. IMD ના નવા નોટિફિકેશન મુજબ, દિલ્હીના ઘણા વિસ્તારોમાં વિઝિબિલિટી 50 થી 200 મીટર સુધીની હોઈ શકે છે, જેના કારણે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

દિલ્હી એરપોર્ટથી લગભગ 34 ડોમેસ્ટિક ડિપાર્ચર ફ્લાઈટ ખરાબ હવામાન અને અન્ય સંબંધિત સમસ્યાને કારણે વિલંબિત થઈ છે. જ્યારે વિવિધ સ્થળોએથી આવતી 12થી વધુ ફ્લાઇટ એરપોર્ટ પર મોડી પડી રહી છે. ગાઢ ધુમ્મસ માટે ઓરેન્જ એલર્ટ પણ છે. તે જ સમયે, ભારતીય રેલ્વેએ પણ ગાઢ ધુમ્મસ અને ઠંડીને કારણે આજે 320 ટ્રેનો રદ કરી છે. તેમાંથી 280 ટ્રેનોને સંપૂર્ણ અને 40 ટ્રેન આંશિક રીતે રદ કરવામાં આવી છે. રેલ્વેએ માહિતી આપી છે કે 22 ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે, જ્યારે 31 ટ્રેનનું સમયપત્રક માં ફેરફાર કરવામાં આવ્યો છે. અહીં મોટાભાગની ટ્રેનો ઉત્તર પ્રદેશ, બિહાર, નવી દિલ્હી જતી ટ્રેનો છે દિલ્હી NCRમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે આવતીકાલથી રાત્રિના સમયે ઠંડી અને કોલ્ડવેવની અસર ઓછી રહેશે. જેના કારણે આગામી 5 દિવસમાં લઘુત્તમ તાપમાન 2 ડિગ્રીથી વધીને 4 ડિગ્રી થશે. જો કે ડુંગરાળ વિસ્તારમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે

Next Story