કેન્દ્રની મોદી સરકારે સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપી છે. નવી પેન્શન યોજનામાં સુધારાની માંગ પર ધ્યાન આપતાં સરકારે યુનિફાઇડ પેન્શન સ્કીમને મંજૂરી આપી દીધી છે. આનો ઉદ્દેશ સરકારી કર્મચારીઓને નિશ્ચિત પેન્શન, પારિવારિક પેન્શન અને નિશ્ચિત લઘુતમ પેન્શન આપવાનો છે. નવી પેન્શન યોજનામાં સુધારા માટે ડૉ. સોમનાથ કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટીએ વિસ્તૃત ચર્ચા બાદ રિપોર્ટ રજૂ કર્યો.
વાસ્તવમાં, આજે શનિવારે (24 ઓગસ્ટ) કેન્દ્રીય કેબિનેટ બ્રીફિંગ વિશે માહિતી આપતાં કેન્દ્રીય માહિતી પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે કેબિનેટની બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા. જેમાં યુનિફાઇડ પેન્શન સ્કીમની જાહેરાત પણ સામેલ છે. નોકરી બાદ મળતા પેન્શનને ધ્યાનમાં રાખીને આ યોજના લાવવામાં આવી રહી છે.