કેન્દ્રીય કર્મચારીઓ માટે મોદી સરકારે આપી મોટી અપડેટ, મોંઘવારી ભથ્થાને લઈને કરી આ વાત

કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર આવી રહ્યા છે, જો આપ છેલ્લા 18 મહિનાથી અટકેલા પૈસાની રાહ જોઈ રહ્યા છો,

New Update

કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર આવી રહ્યા છે, જો આપ છેલ્લા 18 મહિનાથી અટકેલા પૈસાની રાહ જોઈ રહ્યા છો, સરકારે તેના પર મોટી જાણકારી આપી છે. મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર ડીએ એરિયરને લઈને સરકારે કહ્યું છે કે, હાલમાં તે અટકેલુ જ રહેશે, પૈસા આપવાનો કોઈ વિચાર નથી. સૂત્રોનું માનીએ તો, જાન્યુઆરી 2020થી લઈને જૂન 2021 સુધી એરિયરનું ચુકવણી હજૂ સુધી કર્યુ નથી. સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનથી કર્મચારીઓને મોટો ઝટકો લાગ્યો છે.

જો કે, હાળી પર સરકાર ડીએમાં વધારો કરી કર્મચારીઓને મોટી ખુશખબર આપી શકે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે થોડા દિવસ પહેલા નિવેદન જાહેર કર્યું હતું કે, દેશમાં ફેલાયેલી કોરોના મહામારીના કારણે આ કર્મચારીઓના ભથ્થા રોકવામાં આવ્યા હતા, જેનાથી સરકારે તે પૈસાની મદદ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરી હતી. 

#India #PM Narendra Modi #Big update #central employees #Connect Gujarat #government #Beyond Just News #Expensive Allowance
Here are a few more articles:
Read the Next Article