નવેમ્બર મહિનાથી બદલાય જશે વિવિધ સેવાઓના નિયમો!

દિવાળી પર્વ સાથે જ નવેમ્બર મહિનાની શરૂઆત થશે.નવેમ્બર મહિનો પણ ઘણા મોટા ફેરફારો લઈને આવી રહ્યો છે.જેમાં LPG સિલિન્ડરના ભાવમાં ફેરફાર થઈ શકે છે,

New Update
a

દિવાળી પર્વ સાથે જ નવેમ્બર મહિનાની શરૂઆત થશે.નવેમ્બર મહિનો પણ ઘણા મોટા ફેરફારો લઈને આવી રહ્યો છે.જેમાં LPG સિલિન્ડરના ભાવમાં ફેરફાર થઈ શકે છેત્યારે ક્રેડિટ કાર્ડના નિયમોમાં પણ ફેરફાર થવા જઈ રહ્યા છે. 

નવેમ્બરની શરૂઆત થતાં જ પ્રથમ ફેરફારમાં LPG સિલિન્ડરની કિંમતમાં બદલાવ આવી શકે છે.જેમાં લાંબા સમયથી સ્થિર રહેલા 14 કિલોના LPG સિલિન્ડરની કિંમતમાં આ વખતે લોકોને ઘટાડો થવાની આશા છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં જુલાઈ મહિનામાં 19 કિલોના LPG  સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થયો હતોપરંતુ તે પછી સતત ત્રણ મહિનાથી તેમાં વધારો થઈ રહ્યો છે. આ સમયગાળા દરમિયાન એક સિલિન્ડરની કિંમતમાં 94 રૂપિયાનો વધારો થયો છે. 1 ઓક્ટોબર દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડર 48.50 રૂપિયા મોંઘો થયો હતો. 

જ્યારે ATF અને CNG-PNGના દરોમાં પણ ફેરફાર થઇ શકે છે.એક તરફઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પ્રથમ તારીખે LPG ગેસ સિલિન્ડરના ભાવમાં સુધારો કરે છેતેની સાથે, CNG-PNG સિવાયએર ટર્બાઇન ઇંધણ (ATF)ના ભાવમાં પણ સુધારો કરવામાં આવે છે. છેલ્લા કેટલાક મહિનામાં હવાઈ ઇંધણના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અને આ વખતે પણ ભાવ ઘટાડવાની તહેવારની ભેટ અપેક્ષિત છે.આ સિવાય CNG અને PNGની કિંમતોમાં પણ મોટો ફેરફાર જોવા મળી શકે છે.

આ ઉપરાંત SBI ક્રેડિટ કાર્ડના નિયમમાં પણ ફેરફાર થશે.સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની પેટા કંપની SBI કાર્ડ તેના ક્રેડિટ કાર્ડ દ્વારા યુટિલિટી બિલ પેમેન્ટ્સ અને ફાઇનાન્સ ચાર્જિસ લાગુ પડી શકે છે.જેમાં અસુરક્ષિત SBI ક્રેડિટ કાર્ડ્સ પર દર મહિને 3.75 રૂપિયાનો ફાઇનાન્સ ચાર્જ ચૂકવવો પડશે. આ સિવાય વીજળીપાણી, LPG ગેસ અને અન્ય ઉપયોગિતા સેવાઓમાં 50,000 રૂપિયાથી વધુની ચુકવણી પર 1 ટકા વધારાનો ચાર્જ ચૂકવવો પડશે.

નવેમ્બર મહિનાની શરૂઆતની સાથે મ્યુચ્યુઅલ ફંડના નિયમો પણ બદલાવ કરવામાં આવશે.માર્કેટ રેગ્યુલેટર SEBIએ મ્યુચ્યુઅલ ફંડમાં ઇનસાઇડર ટ્રેડિંગના નિયમોને કડક બનાવવાની તૈયારી કરી છે અને તે પહેલી નવેમ્બરથી અમલમાં આવશે.વાસ્તવમાંમ્યુચ્યુઅલ ફંડ એકમો માટે લાગુ થવા જઈ રહેલા નવા આંતરિક નિયમો અનુસારહવે નોમિની અને તેમના નજીકના સંબંધીઓ દ્વારા એસેટ મેનેજમેન્ટ કંપનીઓના ફંડમાં કરવામાં આવેલા રૂ. 15 લાખથી વધુના રોકાણને મંજૂરી આપવામાં આવશે નહીં.અને ટ્રાન્ઝેક્શન વિશેની માહિતી અનુપાલન અધિકારીને આપવાની રહેશે.

ટ્રાઈ દ્વારા નવેમ્બર મહિનાના પ્રારંભ સાથે જ સરકારે JIO, Airtel સહિત તમામ ટેલિકોમ કંપનીઓને મેસેજ ટ્રેસિબિલિટી લાગુ કરવા માટે નિર્દેશ આપ્યો છે. આ અંતર્ગત ટેલિકોમ કંપનીઓને સ્પામ નંબર બ્લોક કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આવી સ્થિતિમાંકંપનીઓ તેમના સિમ વપરાશકર્તાઓ સુધી સંદેશ પહોંચે તે પહેલા જ મેસેજને સ્પામ લિસ્ટમાં મૂકીને નંબરને બ્લોક કરી શકે છે.

Latest Stories