૧૫ જાન્યુઆરી બાદ કેન્દ્રીય કેબિનેટમાં ફેરફારની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. એવા અહેવાલો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બજેટ સત્ર પહેલા કેબિનેટમાં ફેરબદલ કરી શકે છે. જેને આ વર્ષે વિવિધ રાજ્યોમાં યોજાનારી ચૂંટણી સાથે જોડવામાં આવી રહ્યું છે.કેન્દ્રની મોદી સરકારની કેબિનેટમાં ટૂંક સમયમાં મોટા ફેરફાર થઈ શકે છે. મોદી મંત્રી પરિષદ માં વિસ્તરણની ચર્ચા શરૂ થઈ ગઈ છે. એવું માનવામાં આવે છે કે 14 જાન્યુઆરી પછી કેબિનેટમાં વિસ્તરણ અને ફેરબદલ થઈ શકે છે. બજેટ સત્ર પહેલા પણ વિસ્તરણ અને ફેરફારની શક્યતા છે.મળતી વિગતો અનુસાર પાર્ટી સંગઠનમાં પણ મોટા ફેરફારોની શક્યતા છે. વર્તમાન પ્રમુખ જે પી નડ્ડા નો કાર્યકાળ 20 જાન્યુઆરી પૂરો થઈ રહ્યો છે. આ સાથે જ પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક પણ જાન્યુઆરીમાં યોજાવાની છે. આ સાથે જ આવતા વર્ષે 9 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે આ તમામ પાસાને ધ્યાનમાં રાખીને સરકાર અને સંગઠનમાં ફેરફાર ચર્ચાએ જોર પકડ્યું છે. એવું પણ માનવામાં આવે છે કે 2024માં યોજાનાર લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠન અને સરકારમાં વિસ્તરણ થશે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢના કેટલાક નવા સાંસદોને કેબિનેટમાં તક મળી શકે છે.આ સાથે કામગીરીના આધારે કેટલાક મંત્રીઓને હટાવવાની પણ ચર્ચા છે. મોદી સરકારના બીજા કાર્યકાળનું ગયા વર્ષે 7 જુલાઈના રોજ કેબિનેટમાં ફેરબદલ કરવામાં આવ્યો હતો
કમુરતા બાદ કેન્દ્રીય કેબિનેટમાં ફેરફારની સંભાવના,અનેક મંત્રીઓ પડતા મુકાશે
૧૫ જાન્યુઆરી બાદ કેન્દ્રીય કેબિનેટમાં ફેરફારની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. એવા અહેવાલો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બજેટ સત્ર પહેલા કેબિનેટમાં ફેરબદલ કરી શકે છે.
New Update
Latest Stories