Connect Gujarat
દેશ

કેરળમાં મંકીપોક્સનો ત્રીજો કેસ મળ્યો, રાજ્યમાં કોવિડની સાથે સ્વાઈન ફીવરનો ચેપ

કેરળમાં મંકીપોક્સનો ત્રીજો કેસ સામે આવ્યો છે. આ વ્યક્તિ પણ પહેલા મળી આવેલા ચેપની જેમ યુએઈથી પરત ફર્યો છે.

કેરળમાં મંકીપોક્સનો ત્રીજો કેસ મળ્યો, રાજ્યમાં કોવિડની સાથે સ્વાઈન ફીવરનો ચેપ
X

કેરળમાં મંકીપોક્સનો ત્રીજો કેસ સામે આવ્યો છે. આ વ્યક્તિ પણ પહેલા મળી આવેલા ચેપની જેમ યુએઈથી પરત ફર્યો છે.

35 વર્ષીય વ્યક્તિ આ મહિનાની શરૂઆતમાં સંયુક્ત આરબ અમીરાતથી કેરળ આવ્યો હતો. તેના સેમ્પલ ટેસ્ટમાં મંકીપોક્સની પુષ્ટિ થઈ છે. કેરળના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે જણાવ્યું હતું કે મલપ્પુરમનો રહેવાસી યુવક 6 જુલાઈના રોજ પોતાના વતન પરત ફર્યો હતો અને તિરુવનંતપુરમની મંજેરી મેડિકલ કોલેજમાં તેની સારવાર ચાલી રહી છે. જ્યોર્જના જણાવ્યા અનુસાર યુવકની હાલત સ્થિર છે. તેમણે કહ્યું કે જે લોકો સંક્રમિતોના સંપર્કમાં આવ્યા છે તેમની નજીકથી નજર રાખવામાં આવી રહી છે. કેરળના વાયનાડ જિલ્લાના મનંથાવડી ખાતેના બે પશુપાલન કેન્દ્રોમાં આજે 'આફ્રિકન સ્વાઈન ફીવર'ના કેસ નોંધાયા છે. અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હાઇ સિક્યોરિટી એનિમલ ડિસીઝ, ભોપાલમાં નમૂનાઓનું પરીક્ષણ કર્યા પછી, જિલ્લામાં બે પશુપાલન કેન્દ્રોના ડુક્કરમાં રોગની પુષ્ટિ થઈ છે.

એક કેન્દ્રમાં કેટલાંય ભૂંડના મૃત્યુ થયા બાદ નમૂનાઓ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. તેમનામાં આ આફ્રિકન તાવની પુષ્ટિ થઈ છે. બીજા સેન્ટરમાં 300 ભૂંડને મારવાની સૂચના આપવામાં આવી છે. વિભાગે જણાવ્યું હતું કે રોગના ફેલાવાને રોકવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે.

Next Story