ધરતી પરના સ્વર્ગ સમાન જમ્મુ કશ્મીરમાંથી કલમ 370 હટ્યા બાદ આ પ્રકારના આવ્યા ફેરફાર !

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે વર્ષ 2019માં 5 ઓગસ્ટે જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370 હટાવી દીધી હતી.

New Update
ધરતી પરના સ્વર્ગ સમાન જમ્મુ કશ્મીરમાંથી કલમ 370 હટ્યા બાદ આ પ્રકારના આવ્યા ફેરફાર !

ભારતના બંધારણમાં એવી કોઈ કલમ ન હતી જેવી 370 હતી. કલમ 370 સૌથી અજીબ હતી કારણ કે બંધારણની દરેક કલમોમાંથી માત્ર 370 પાછળ જ અસ્થાયી એટલે કે ટેમ્પરરી શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આખરે આ કલમ 370 હતી? આ કલમને કારણે કશ્મીરીઓ કેટલા વિશેષ અધિકાર ભોગવે છે તે સમજીએ તો કલમ 370ના પ્રાવધાનની વાત કરવામાં આવે તો, કલમ 370ને કારણે જમ્મુ કાશ્મીરને પોતાનું અલગ બંધારણ આપવામાં આવ્યું હતું. મૌલિક અધિકાર જમ્મુ કાશ્મીરની જનતાને પૂર્ણ રૂપથી નથી મળતા. રાજ્યમાં વસ્તી મુજબ લઘુમતિનો ઉલ્લેખ જ નથી.SC, ST સમુદાયને કોઈ પણ પ્રકારનો ફાયદો રાજ્યની સરકારી યોજનામાં મળતો ન હતો. જો એક મહિલા કોઈ બિન કાશ્મીરી સાથે લગ્ન કરી લે છે તો કાશ્મીરમાંથી તેનો તમામ હક ખતમ થઈ જતો હતો . કાશ્મીર સિવાયનો કોઈ વ્યક્તિ કાશ્મીરમાં જમીન ખરીદી શક્તો ન હતો. જ્યારે દરેક ભારતીયોને તમામ રાજ્યમાં જમીન ખરીદવાનો હક મળેલો છે.

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે વર્ષ 2019માં 5 ઓગસ્ટે જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370 હટાવી દીધી હતી. કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહે સંસદના બન્ને ગૃહોમાં આ અંગેનું બિલ રજૂ કર્યું હતું આ સમયે તેઓનો આક્રમક અંદાજ જોવા મળ્યો હતો અને તેઓએ તેમના ભાષણ દરમ્યાન વિરોધીઓને પછાડી દીધા હતા. પી.એમ.નરેન્દ્ર મોદીએ પણ તેમને અભિનદન પાઠવ્યા હતા.

વિપક્ષી પાર્ટીઓએ કલમ 370ને હટાવવાનો સતત વિરોધ કર્યો હતો. પ્રાદેશિક પક્ષો પીડીપી અને નેશનલ કોન્ફરન્સ સતત કલમ 370ની પુનઃસ્થાપનાની માંગ કરી રહ્યા છે. પીડીપીના વડા મહેબૂબા મુફ્તીએ સતત આક્ષેપ કર્યા હતા કે કલમ 370 નાબૂદ થવાને કારણે કાશ્મીરમાં સ્થિતિ વણસી હતી જ્યારે નેશનલ કોન્ફરન્સના વડા ફારૂક અબ્દુલ્લાએ કહ્યું હતું કે ભાજપે કલમ 370 હટાવીને ભારતના ભાગલા પાડવાનું કામ કર્યુ છે

કલમ 370 નાબૂદ થયાના 3 વર્ષ પહેલા અને પછીની ઘટનાઓની તુલના કરતા જાણવા મળ્યું છે કે કાશ્મીર ઝોનમાં આતંકવાદી ઘટનાઓમાં ઘટાડો થયો છે. પોલીસે આ કેસોને છ કેટેગરીમાં વહેંચ્યા છેતેમાંથી 5 ઓગસ્ટ, 2016 અને 4 ઓગસ્ટ, 2019 વચ્ચે કાયદો અને વ્યવસ્થાની 3,686 ઘટનાઓ બની હતી, જ્યારે 5 ઓગસ્ટ, 2019 અને 4 ઓગસ્ટ, 2022ની વચ્ચે માત્ર 458 ઘટનાઓ બની હતી. આ સિવાય 570 નાબૂદ થયાના ત્રણ વર્ષ પહેલા કાયદો અને વ્યવસ્થાની ઘટનાઓમાં 124 નાગરિકોના મોત થયા હતા, જે વિશેષ દરજ્જો હટાવ્યા પછી શૂન્ય થઇ ગયા હતા. આ સિવાય આવી ઘટનાઓમાં 6 જવાન પણ શહીદ થયા હતા. પરંતુ 2019 પછી એક પણ જવાનનું મોત થયું નથી.કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓની વાત કરીએ તો, 5 ઓગસ્ટ, 2016 થી 4 ઓગસ્ટ, 2019 વચ્ચે કુલ 950 ઘટનાઓ બની હતી, જે 370ને દૂર કર્યા પછી ઘટીને 617 થઇ ગઇ છે. આ આતંકવાદી ઘટનાઓમાં 290 સૈનિકો શહીદ થયા હતા અને 370 લાગુ થયા પહેલા 191 નાગરિકો માર્યા ગયા હતા, કલમ 370 નાબૂદ થયાના 3 વર્ષ પછી, 174 સૈનિકો શહીદ થયા હતા અને 110 લોકો માર્યા ગયા હતા.

#India #Connect Gujarat #BeyondJustNews #removal #Amit Shah #Narendra Modi #Jammu and Kashmir #Article 370 #heaven on earth
Latest Stories