નવસારીનો વાગ્યો વિદેશમાં ડંકો
વાંસદાના યુવાને મેળવી સફળતા
સિંગાપોરમાં યોજાય હતી સ્પર્ધા
800 મીટર રેસમાં મેળવ્યો ગોલ્ડ મેડલ
ગ્રામજનોએ યુવાનનું કર્યું ઉમળકાભેર સ્વાગત
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના કેલીયા ગામનો ચેતન ભગરીયાએ સિંગાપોરમાં યોજાયેલી વર્લ્ડ ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો.જેમાં તેને ગોલ્ડ મેડલ જીતીને દેશ અને ગામનું નામ રોશન કર્યું હતું.ગ્રામજનોએ ઉત્સાહભેર તેનું સ્વાગત કર્યું હતું.
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના કેલીયા ગામનો ચેતન ભગરીયાએ સિંગાપોરમાં યોજાયેલી વર્લ્ડ ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો.ચેતનને 800 મીટર,400 મીટર અને 200 મીટરની રેસમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ યુવાને 800 મીટરની રેસમાં ગોલ્ડ મેડલ, 400 મીટરમાં બ્રોન્ઝ અને 200 મીટરમાં સિલ્વર મેડલ જીત્યો હતો.ચેતન સિંગાપોરથી માદરે વતન પરત ફરતા ગામમાં ઉત્સાહ સાથે ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. અને ગામના લોકોએ નાચગાન અને તાળીઓથી ચેતનનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
ગરીબ આદિવાસી પરિવારમાંથી આવેલો ચેતન, બાળપણથી જ મહેનત અને લક્ષ્ય પર નજર રાખે છે. ક્યારેય સંજોગોને દોષ આપ્યા વિના પોતાના લક્ષ માટે દોડતો રહે છે.ચેતન માટે ખેલ મહાકુંભ પ્રેરણાનો પ્રથમ સ્ત્રોત રહ્યો છે.
ત્યાંથી શરૂઆત કરીને આજે તેણે સમગ્ર વિશ્વમાં ભારત અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. આજના યુવાનો માટે ચેતન જેવી કહાની માત્ર એક સમાચાર નથી,પણ એક જીવંત પ્રેરણા છે કે મહેનત અને માનસિકતા હોય તો ગરીબી પણ સફળતાને રોકી શકતી નથી.