સૂર્યપુત્રી તાપી માતાનો આજે જન્મદિવસ

સુરત શહેરનાં લોકો  માટે જીવાદોરી સમાન તાપી માતાના મહત્વનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.   તાપી નદીને તાપ્તી નદી પણ કહેવામાં આવે છે. તાપી અતિ પ્રાચીન પૌરાણિક સંસ્કૃત નામ છે

New Update
તાપી

સૂર્યપુત્રી તાપી માતાનો આજે જન્મદિવસ. ગંગા નદીમાં સ્નાન કરવાથી, નર્મદા નદીના દર્શન કરવાથી, સરસ્વતિ નદીનું આચમન કરવાથી પવિત્ર થવાય છે.

સુરત શહેરનાં લોકો  માટે જીવાદોરી સમાન તાપી માતાના મહત્વનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.   તાપી નદીને તાપ્તી નદી પણ કહેવામાં આવે છે. તાપી અતિ પ્રાચીન પૌરાણિક સંસ્કૃત નામ છે. મધ્ય ભારતની મુખ્ય નદીઓ પૈકીની તાપી એક છે. તાપી નદી 724 કિ.મી. (450 માઈલ) લાંબી છે.

 ભારતીય દ્વિપકલ્પની મહત્વની નદી છે. તાપીનું ધાર્મિક અને સામાજિક રીતે અલૌકિક મહત્વ રહેલું છે. તાપીની સાથે પૂર્વથી પશ્ચિમ તરફ ગતિમાન કરતી અન્ય બે નદીઓ પણ મળે છે.તાપી મહાપુરાણ માહાત્મ્ય ગ્રંથ અનુસાર બ્રહ્માજીએ પૃથ્વી સર્જનની કથાના વર્ણન પ્રમાણે સૂર્યનારાયણની સ્તુતિ ઉપાસના કરી,

 પરંતુ તેનો અત્યંત તેજોમય પ્રકાશ જીવોથી સહન ન થયો અને આખરે ભગવાન સૂર્યનારાયણની સહાનુભૂતિના કારણે જમણી આંખમાંથી આંસુ સરી પડયા, જે તાપી નદી બનીને વહેવા લાગ્યા.

  મધ્યપ્રદેશના સાતપુડા પર્વતમાં બૈનુલના મુલતાઇ ગામમાં તળાવ પાસે અષાઢ સુદ સાતમને દિવસે તાપી નદીનું પ્રાગટય થયું હતું.

તાપી નદી મધ્યપ્રદેશથી મહારાષ્ટ્ર થઇ ગુજરાતના અન્ય પ્રદેશોમાંથી પસાર થઇ સુરત શહેર નજીક મહાપુરૂષ દુર્વાશા ઋષિની તપોભૂમિ ડુમસ પાસે અરબી સમુદ્રને મળે છે. અનેક પુરાણ ગ્રંથોમાં તાપી નદીનો સૂર્યપુત્રી તરીકે ઉલ્લેખ થયો છે. 

Latest Stories