આજે વિશ્વ ઊંઘ દિવસ, દર વર્ષે માર્ચ મહિનાના બીજા શુક્રવારે મનાવાય છે આ વિશેષ દિવસ

દર વર્ષે માર્ચ મહિનાના બીજા શુક્રવારને ‘વિશ્વ ઊંઘ દિવસ’ તરીકે મનાવાય છે. 2025માં આ દિવસની થીમ-‘મેક સ્લીપ હેલ્થ અ પ્રાયોરિટી’ રાખવામાં આવી છે.

New Update
images (23)

દર વર્ષે માર્ચ મહિનાના બીજા શુક્રવારને ‘વિશ્વ ઊંઘ દિવસ’ તરીકે મનાવાય છે. 2025માં આ દિવસની થીમ-‘મેક સ્લીપ હેલ્થ અ પ્રાયોરિટી’ રાખવામાં આવી છે. લોકલસર્કલ્સ દ્વારા કરાયેલા સરવે મુજબ, ભારતમાં 59% લોકોને રાત્રે સતત 6 કલાકની ઊંઘ મળતી નથી.

તેમાંથી 38% લોકોને શનિ-રવિ અને રજાના દિવસોમાં પણ વધારાની ઊંઘ મળી શકતી નથી. અપૂરતી ઊંઘ પૂરી કરવા 36% લોકો રવિવારે બપોરે સૂવે છે. 6 કલાકથી ઓછી ઊંઘ મેળવતા લોકોમાં 72% જણાવ્યું હતું કે, તેઓ એક કે વધુ વખત રાત્રે વોશરૂમ જતાં હોવાથી સળંગ ઊંઘ લઇ શકતા નથી.

Advertisment
 
કેટલા કલાકની સતત ઊંઘ? ઊંઘના કલાકટકાવારી 8-10 કલાક2% 6-8 કલાક39% 4-6 કલાક39% 4 કલાક સુધી20%
Advertisment
Latest Stories