Connect Gujarat
દેશ

આજે ફરી એકવાર પેટ્રોલના ભાવમાં થયો વધારો, ગુજરાતમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર

તેલ કંપનીઓએ શનિવારે ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી, પરંતુ પેટ્રોલના ભાવમાં ફરી એક વખત વધારો થયો છે.

આજે ફરી એકવાર પેટ્રોલના ભાવમાં થયો વધારો, ગુજરાતમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર
X

તેલ કંપનીઓએ શનિવારે ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી, પરંતુ પેટ્રોલના ભાવમાં ફરી એક વખત વધારો થયો છે. રાજધાનીમાં પેટ્રોલમાં 30 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આ પહેલા ગુરુવારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં અનુક્રમે 35 પૈસા અને 15 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. શુક્રવારે દેશભરમાં તેલની કિંમતોમાં વધારો થયો નથી. પેટ્રોલ આજે દિલ્હીમાં 101.84 રૂપિયા અને ડીઝલ 89.87 રૂપિયા પ્રતિ લિટર વેચાઇ રહ્યું છે.

1 મેથી લિટર દીઠ 90.40 રૂપિયાથી કિંમત વધવાની શરૂ થઈ હવે રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં પેટ્રોલનો ભાવ લિટર દીઠ 101.84 રૂપિયા થઈ ગયો છે, જે છેલ્લા 78 દિવસમાં 11.44 રૂપિયા પ્રતિ લિટર હતો. આ જ રીતે રાજધાનીમાં પણ ડીઝલની કિંમત છેલ્લા બે મહિનામાં રાજધાનીમાં પ્રતિ લિટર 9.14 રૂપિયા વધી 89.87 રૂપિયા થઈ છે.

પેટ્રોલની કિંમતમાં આજે પ્રતિ લિટરે 29 પૈસાનો વધારો થયો છે અને સૌથી વધારે ચોંકાવનારી વાત એ છે કે રાજ્યમાં ભાવનગર શહેરમાં નવા ભાવ વધારા સાથે પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 100 રૂપિયાને પાર થઈ ગઈ છે. નવા ભાવ વધારા સાથે ભાવનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 100.22 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 98.38 રૂપિયા પર પહોંચી ગઈ છે.

ગુજરાતનાં અન્ય આઠ મહાનગરોની વાત કરીએ તો અમદાવાદમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 98.65 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત 96.81 રૂપિયા પર પહોંચી ગઈ છે. ગાંધીનગરમાં પેટ્રોલની કિંમત 98.85 રૂપિયા, જ્યારે ડિઝલની કિંમત 97.01 રૂપિયા પર પહોંચી ગઈ છે. રાજકોટમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 98.42 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત 96.61 રૂપિયા પર પહોંચી ગઈ છે. વડોદરામાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 98.32 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત 96.48 રૂપિયા પર પહોંચી ગઈ છે. જામનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 98.57 રૂપિયા, જ્યારે ડિઝલની કિંમત 96.74 રૂપિયા પર પહોંચી ગઈ છે. જૂનાગઢમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 99.25 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 97.43 રૂપિયા પર પહોંચી ગઈ છે. સુરતમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 98.66 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત 96.85 રૂપિયા પર પહોંચી ગઈ છે. જોકે રાજ્યમાં પ્રમિયમ પેટ્રોલનીકિંમત પણ પ્રતિ લિટરે 102.47 રૂપિયા પર પહોંચી ગઈ છે.

Next Story