/connect-gujarat/media/media_files/2025/07/28/mahadev-opp-2025-07-28-13-53-46.jpg)
જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરના લિડવાસમાં સોમવારે સેનાએ 3 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. ભારતીય સેનાના ચિનાર કોર્પ્સ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. સેનાએ જણાવ્યું હતું કે આ કાર્યવાહી ઓપરેશન મહાદેવ હેઠળ કરવામાં આવી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, માર્યા ગયેલા આતંકવાદીઓ પહેલગામ હુમલા સાથે જોડાયેલા હોઈ શકે છે. જોકે, સેનાએ આ વાતની સત્તાવાર પુષ્ટિ કરી નથી.
ભારતીય સેનાના અધિકારીઓએ જણાવ્યું હતું કે ગુપ્ત માહિતી બાદ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન દૂરથી બે વાર ગોળીબારનો અવાજ સંભળાયો હતો. વિસ્તારમાં સુરક્ષા દળોની તૈનાતી વધારી દેવામાં આવી છે. હરવાન વિસ્તારમાં દાચીગામ નેશનલ પાર્ક પાસે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.
હુમલા બાદ હાથ ધરાયેલી તપાસમાં ત્રણ આતંકવાદીઓના નામ બહાર આવ્યા હતા. 24 એપ્રિલના રોજ અનંતનાગ પોલીસે 3 સ્કેચ જાહેર કર્યા હતા. ત્રણેય આતંકવાદીઓના નામ અનંતનાગના આદિલ હુસૈન ઠોકેર, હાશિમ મુસા ઉર્ફે સુલેમાન અને અલી ઉર્ફે તલ્હા ભાઈ હતા. મુસા અને અલી પાકિસ્તાની છે. મુસા પાકિસ્તાનના સ્પેશિયલ સર્વિસ ગ્રુપમાં કમાન્ડો રહી ચૂક્યો છે. તેના પર 20 લાખ રૂપિયાનું ઇનામ પણ રાખવામાં આવ્યું છે.
હાલમાં એ સ્પષ્ટ નથી કે NIA દ્વારા ધરપકડ કરાયેલા બે આરોપીઓએ આ ત્રણ આતંકવાદીઓના નામ જાહેર કર્યા છે કે અન્ય કોઈ આતંકવાદીઓના.
Pahalgam Terror Attack | shrinagar | Indian Army | operation mahadev | 3 terrorists