Connect Gujarat
દેશ

આજે PM મોદી નો 72મો જન્મદિવસ, ગુજરાતમાં એક અઠવાડિયા સુધી કરાશે ઉજવણી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એવા નેતા છે. જે સંઘર્ષોની પરાકાષ્ઠા પાર કરી આજે સફળતા શિખરો પર પહોંચ્યા છે.

આજે PM મોદી નો 72મો જન્મદિવસ, ગુજરાતમાં એક અઠવાડિયા સુધી કરાશે ઉજવણી
X

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એવા નેતા છે. જે સંઘર્ષોની પરાકાષ્ઠા પાર કરી આજે સફળતા શિખરો પર પહોંચ્યા છે.રાજકારણમાં કોઈ ગોડફાધર વીના એક સફળ મુખ્યમંત્રી અને એક સફળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બની શક્યા છે. અવિરત સંઘર્ષનું બીજુ નામ છે નરેન્દ્ર મોદી.2001માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી મોદીની રાહ પડકારો થી ભરી હતી. પણ પડકારોને પડકાર આપી મોદી સફળતાની સીડી ચડતા ગયા. અને આજે દેશના સર્વોચ્ચ પદે શાનથી બિરાજમાન છે. આજે PM મોદીની 72માં જન્મદિવસની દેશભરમાં ઉજવણી થશે.PM મોદીના જન્મદિવસની ગુજરાતભરમાં ઉજવણી કરવામાં આવશે. 17 સપ્ટેમ્બર થી એક સપ્તાહ સુધી કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે.

17 સપ્ટેમ્બરે બ્લડ ડોનેશન વિશ્વ રેકોર્ડ બનાવશે. દુબઇના પેઈન્ટરે તૈયાર કરેલ પોસ્ટર નું લોન્ચિંગ કરશે. રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા ખાતે પેન્ટિંગ પ્રદર્શન કરશે. 20 સપ્ટેમ્બરે 182 બેઠકો પર કિસાન પંચાયત કરવામાં આવશે. 21 સપ્ટે.ના રોજ 750 જગ્યાએ યુવતીઓના હિમોગ્લોબિન ટેસ્ટ કરાશે. દલિત સમાજ ની બહેનોના નારી શક્તિ સંમેલન નું પણ આયોજન કરવામાં આવ્યું છે. 10 હજાર જેટલી મહિલાઓ હાજર રહેશે. 40 વિધાનસભા વિસ્તારમાં મેડિકલ કેમ્પ કરવામાં આવશે. 2 ઓક્ટોબર ગુજરાતમાં સ્વચ્છતા મિશન શરૂ કરશે પીએમ મોદીના જન્મદિવસ પર દિલ્હી ભાજપ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી 'સેવા પખવાડા'ની ઉજવણી કરશે.આ સમય દરમિયાન આરોગ્ય તપાસણી અને રક્તદાન કેમ્પ સહિતના અન્ય કાર્યક્રમો યોજાશે. દિલ્હી ભાજપના પ્રદેશ પ્રમુખ આદેશ ગુપ્તાએ જણાવ્યુ હતું કે, આ પ્રસંગે એક ખાસ રેસ નું આયોજન કરવામાં આવશે, જેમાં ઝૂંપડપટ્ટીના લોકો ભાગ લઈ શકશે રાજ્યના મત્સ્યપાલન અને સૂચના અને પ્રસારણ રાજ્યમંત્રી એલ મુરુગને કહ્યું કે, "અમે ચેન્નઈની સરકારી હોસ્પિટલ RSRMની પસંદગી કરી છે, જ્યાં પીએમના જન્મદિવસ પર જન્મેલા તમામ બાળકોને સોનાની વીંટી આપવામાં આવશે. મુરુગન કહ્યું કે દરેક વીંટી લગભગ 2 ગ્રામ સોનાની હશે, જેની કિંમત 5000 રૂપિયાની આસપાસ હોઈ શકે છે. તેમણે કહ્યું કે આ કોઈ મફતની રેવડી નથી, અમે તેના દ્વારા વડાપ્રધાન ના જન્મ દિવસે જન્મેલા લોકોનું સ્વાગત કરવા માંગીએ છીએ

Next Story