દિલ્હીમાં દુ:ખદ અકસ્માત ઓડી ચાલકે ફૂટપાથ પર સૂતા 5 લોકો પર ગાડી ચડાવી દીધી, ડ્રાઈવરની ધરપકડ

અકસ્માત દક્ષિણ-પશ્ચિમ દિલ્હીના વસંત વિહાર વિસ્તારમાં બન્યો હતો. અહીં, શિવ કેમ્પ નજીક ફૂટપાથ પર સૂતા પાંચ લોકોને નશામાં ધૂત ઓડી કાર ચાલકે કચડી નાખ્યા

New Update
hit and run delhi

રાજધાની દિલ્હીમાં એક દુ:ખદ માર્ગ અકસ્માતમાં પાંચ લોકો ઘાયલ થયાનો મામલો સામે આવ્યો છે. આ અકસ્માત દક્ષિણ-પશ્ચિમ દિલ્હીના વસંત વિહાર વિસ્તારમાં બન્યો હતો. અહીં, શિવ કેમ્પ નજીક ફૂટપાથ પર સૂતા પાંચ લોકોને નશામાં ધૂત ઓડી કાર ચાલકે કચડી નાખ્યા હતા, જેના કારણે તેઓ ઘાયલ થયા હતા. એક અધિકારીએ જણાવ્યું હતું કે ઘાયલોમાં બે યુગલો અને એક આઠ વર્ષની બાળકીનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે આ ઘટના 09 જુલાઈના રોજ મોડી રાત્રે લગભગ 1:45 વાગ્યે બની હતી. કાર ચાલક ઉત્સવ શેખર (40) ને પકડી લેવામાં આવ્યો હતો, જેને બાદમાં જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આરોપી કાર ચાલકના મેડિકલ રિપોર્ટમાં પુષ્ટિ મળી છે કે તે ઘટના સમયે નશામાં હતો. અધિકારીઓ સ્થળ પર પહોંચે તે પહેલાં જ ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા. પીડિતોની ઓળખ લાધી (40), તેની આઠ વર્ષની પુત્રી બિમલા, તેના પતિ સબમી ઉર્ફે ચિરમા (45), રામ ચંદ્ર (45) અને તેની પત્ની નારાયણી (૩૫) તરીકે થઈ છે. બધા રાજસ્થાનના રહેવાસી છે. પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે, "વસંત વિહારમાં શિવ કેમ્પની સામે ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પાસે એક ઓડી કારે ફૂટપાથ પર સૂતેલા લોકોને કચડી નાખ્યા હતા.

મૃતકોમાં લાધી (40 વર્ષ), બિમલા (8 વર્ષ), સબમી (45 વર્ષ), નારાયણી (35 વર્ષ) અને રામચંદર (45 વર્ષ)નો સમાવેશ થાય છે. આ ઘટના 9 જુલાઈ 2025 ના રોજ રાત્રે1:45 વાગ્યે બની હતી. દિલ્હી પોલીસને પીસીઆર કોલ દ્વારા સમાચાર મળ્યા. વસંત વિહાર પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. અકસ્માતગ્રસ્ત વાહનના ડ્રાઇવર ઉત્સવ શેખર (40) દ્વારકાના રહેવાસીની ધરપકડ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે."

Latest Stories