દિલ્હી લિકર કૌભાંડ કેસમાં ટ્વિસ્ટ, EDએ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીને પણ બનાવ્યા આરોપી

દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે શુક્રવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે એક્સાઇઝ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે.

New Update
દિલ્હી લિકર કૌભાંડ કેસમાં ટ્વિસ્ટ, EDએ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીને પણ બનાવ્યા આરોપી

દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે શુક્રવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે એક્સાઇઝ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે અને તેની આમ આદમી પાર્ટીને પણ આરોપી બનાવ્યો છે. રાઉઝ એવન્યુ કોર્ટમાં દાખલ કરાયેલ ચાર્જશીટમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) ની જોગવાઈઓ હેઠળ આરોપીઓ પર આરોપ મૂકવાની માંગ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે તપાસ એજન્સીએ 21 માર્ચે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલની તેમના ઘરેથી ધરપકડ કરી હતી. હાલમાં તે વચગાળાના જામીન પર જેલની બહાર છે.

Latest Stories