/connect-gujarat/media/media_files/hPod99qvoa4Cu7ITyqLA.png)
છત્તીસગઢના બીજાપુરજિલ્લામાં નક્સલીઓ દ્વારા એક મોટોઆઈઈડી બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો.આ આઈઈડી બ્લાસ્ટ માં સુરક્ષા દળના બે જવાનશહીદ થઇ ગયા હોવાનું જાણવા મળ્યું હતું.જ્યારે ચાર જવાન ઘાયલ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.
ઘાયલ જવાનોને એરલિફ્ટદ્વારા રાયપુર સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા.નક્સલીઓએ આ આઈઈડી બ્લાસ્ટ બીજાપુર જિલ્લાનામંડમિરકાના જંગલમાં કર્યો હતો.સુરક્ષા દળના જવાનો ઓપરેશનથી પાછા ફરતીવખતે નક્સલીઓએ સુરક્ષા દળ ને નિશાન બનાવતા આઈઈડી બ્લાસ્ટ કર્યો હતો.
છત્તીસગઢમાં નક્સલીઓ વિરુદ્ધ સુરક્ષા દળનું અભિયાન સતત ચાલું છે. આઅભિયાન હેઠળ એક દિવસ પહેલા બુધવારે સુરક્ષા દળે છત્તીસગઢ અને મહારાષ્ટ્રનાસીમાવર્તી વિસ્તારમાં અથડામણમાં12નક્સલીઓને ઠાર માર્યા છે. આ અથડામણમાંબે જવાન સતીશ પાટીલ,શંકર પોટાવી ઘાયલ થયા હતા.