પંજાબના હોશિયારપુરમાં ભયંકર અકસ્માત, LPG ટેન્કરમાં આગ લાગતા બેના મોત, 20 ઘાયલ

પંજાબના હોશિયારપુર જીલ્લામાં ભયંકર અકસ્માત સર્જાયો છે. જેમાં એક એલપીજી ટેન્કરમાં જોરદાર વિસ્ફોટ બાદ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં બે લોકોના મોત થયા છે.

New Update
aag

પંજાબના હોશિયારપુર જીલ્લામાં ભયંકર અકસ્માત સર્જાયો છે. જેમાં એક એલપીજી ટેન્કરમાં જોરદાર વિસ્ફોટ બાદ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં બે લોકોના મોત થયા છે.

જેમાં 20 થી વધુ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, એક એલપીજી ટેન્કર વાહનને ટકરાયા બાદ પલટી ગયું હતું. જેની બાદ તેમાંથી ગેસ લીક થયો હતો તેમજ જે સમગ્ર સ્થળ પર ભયાનક આગ લાગી હતી.

આ દુર્ઘટનાની જાણ થતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ દુર્ઘટનામાં ઘાયલ લોકોને તાત્કાલિક નજીકના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એસડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ રોડને તરત બંધ કરવામાં આવ્યો હતો. જેના લીધે અન્ય કોઈ દુર્ઘટના ના સર્જાય. આ ઘટના બાદ કેબિનેટ મંત્રી રવજોત સિંહ, ધારાસભ્ય બ્રમ શંકર જીમ્પા અને ડેપ્યુટી કમિશ્નર આશિકા જૈન ઘટના સ્થળે પહોંચ્યા હતા.

આ દુર્ઘટના અંગે પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, ટેન્કર પલટી જતા એટલો મોટો ધડાકો સંભળાયો હતો કે જયારે બોમ્બ વિસ્ફોટ થયો હોય. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે આજુબાજુના ઘર અને રોડ પર રહેલા લોકો તેનો શિકાર બન્યા હતા. પોલીસે આ સમગ્ર દુર્ઘટનાની તપાસ શરુ કરી છે. તેમજ તેનું કારણ જાણવા માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે. તેમજ લોકોએ આ દુર્ઘટના સ્થળેથી દુર રહેવા માટે અપીલ કરી છે.

Latest Stories