ઉત્તરપ્રદેશ: ગાઝિયાબાદમાં સર્જાય મોટી દુર્ઘટના; ફ્લાઇઓવરથી બસ નીચે પડતા ત્રણ લોકોના મોત, 15 ઘાયલ

New Update

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં બુધવારે રાત્રે મોટી દુર્ઘટના સર્જાય છે. લાલ કુંઆ તરફથી ગાઝિયાબાદ આવી રહેલી યાત્રીકોથી બરેલી બસ ભાટિયા વળાંકના ફ્લાઇઓવરથી નીચે પડી ગઈ છે. દુર્ઘટના સમયે ફ્લાઇઓવરની નીચે બજાર લાગેલી હતી. બસ પડવાથી બજારમાં હાજર લોકો તેની ઝપેટમાં આવી ગયા છે.

ઘટનાની જાણકારી મળવા પર પહોંચેલી પોલીસે યાત્રીકો અને બસની ઝપેટમાં આવેલા લોકોને કાઢવાનું શરૂ કરી દીધુ છે. ર્ઘટનામાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 15 લોકો ઘાયલ થયા છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ દુર્ઘટના સમયે ફ્લાઈઓવરના નીચેના રસ્તા પરથી પસાર થતા એક બાઈક સવારનું બસની નીચે દબાવવાને કારણે મોત નિપજ્યું છે. બસમાં કેટલા લોકો સવાર હતા તેની જાણકારી સામે આવી નથી.

ઘટના બાદ સ્થળ પર હાજર લોકોએ જણાવ્યુ કે બસ રોંગ સાઇડ આવી રહી હતી. ફ્લાઈઓવર પર બાઇકને ટક્કર માર્યા બાદ બસે સંતુલન ગુમાવ્યું અને રેલિંગ તોડી નીચે પટકાય હતી. દુર્ઘટનાની માહિતી મળતા જિલ્લાધિકારી અને એસએસપી પહોંચી ગયા છે. સરકારમાં સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી અને સ્થાનીક ધારાસભ્ય અતુલ ગર્ગ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

Latest Stories