New Update
/connect-gujarat/media/media_files/FcenuhreFpmBIUpYpWOr.jpg)
ઉત્તરાખંડના બદ્રીનાથ હાઈવે પર શનિવાર, 15 જૂનના રોજ સવારે 11 વાગ્યે એક ટેમ્પો ટ્રાવેલર કાબૂ બહાર જઈને અલકનંદા નદીમાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં 14 લોકોનાં મોત થયા હતા, જ્યારે 12 ઘાયલ થયા હતા. 7 ગંભીર રીતે ઘાયલોને હેલિકોપ્ટર દ્વારા એરલિફ્ટ કરીને ઋષિકેશ એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે.
ટ્રાવેલરમાં 26 મુસાફરો હતા. દરેક લોકો બદ્રીનાથ દર્શન માટે જઈ રહ્યા હતા. પ્રવાસીઓ નોઈડા અને દિલ્હીના છે. અકસ્માત પાછળનું કારણ ડ્રાઈવરને ઝોકું આવ્યું હોવાનું કહેવાય છે. જો કે હજુ સુધી વહીવટીતંત્ર તરફથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.જ્યાં અકસ્માત થયો તે સ્થળ ઓલ-વેધર હાઇવે છે. ટ્રાવેલર બાઉન્ડ્રી તોડીને 660 ફૂટ (200 મીટર)થી વધુ નીચે ખાઈમાં પડી હતી.ઘટના સ્થળની નજીક રેલવે પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે. લોકોને બચાવવા માટે 3 મજૂરો નદીમાં કૂદી પડ્યા. તેમાંથી 2 પાછા ફર્યા, પરંતુ 1 મૃત્યુ પામ્યો.