શશિ થરૂરનો સંસદમાં મહિલા સાંસદ સાથે ગુપચુપ વાત કરતો વિડીયો વાયરલ, જુઓ યુઝર્સે કેવા ફની મિમ્સ બનાવ્યા

કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂર અને NCP નેતા સુપ્રિયા સુલે સાથેની લોકસભામાં વાતચીતનો એકવીડિયો વાયરલ થઈ રહ્યો છે.

New Update

કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂર અને NCP નેતા સુપ્રિયા સુલે સાથેની લોકસભામાં વાતચીતનો એકવીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયો પર અનેક લોકોએ Memes બનાવીને અવનવી કોમેન્ટો કરી હતી. જો કે, આબાબતે શશિ થરૂરે ગુરુવારનાં રોજ સફાઇ આપતા કહ્યું હતું કે, 'તેઓઅને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના સાંસદ એક પ્રશ્ન પર ચર્ચા કરી રહ્યાં હતાં.' તમને જણાવી દઇએ કે, આ વીડિયો લોકસભામાં મંગળવારનાં રોજ નિયમ 193 અંતર્ગતયુક્રેનની સ્થિતિ પર થયેલી ચર્ચાના સમયનો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, નેશનલકોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લા ગૃહમાં બોલી રહ્યાં છે અને એ જ સમયે તેમની પાછળબેઠેલા સુપ્રિયા સુલે અને શશિ થરૂર એકબીજા સાથે વાતચીત કરી રહ્યાં છે. જો કે, લોકોઆ વીડિયો પર જાતજાતની રમૂજી કોમેન્ટો કરી રહ્યાં છે.

ત્યાર બાદ થરૂરે હવેટ્વિટ કરીને જણાવ્યું છે કે,"જે લોકો લોકસભામાં મારીઅને સુપ્રિયા સુલે વચ્ચેની સંક્ષિપ્ત વાતચીતનો આનંદ લઈ રહ્યાં છે, તેઓનેહું કહેવા માંગુ છું કે તેઓ મને નીતિ સંબંધિત એક પ્રશ્ન પૂછી રહ્યાં હતાં કારણ કેતેઓ આગામી સ્પીકર હતાં. તેઓ (સુપ્રિયા) ધીમા અવાજે બોલી રહ્યાં હતાં જેથી ફારુકસાહેબ (તે સમયના વક્તા) ને તકલીફ ન પડે. હું તેઓની (સુપ્રિયા) વાત સાંભળવા માટે નમ્યો હતો.

Latest Stories