જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં પણ મતદારોએ દાખવ્યો ઉત્સાહ

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન સાંજે 6 કલાકે પૂર્ણ થયું હતું,6 જિલ્લાની 26 બેઠકો પર 239 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી.

New Update
a

અંદાજીત 60 ટકા મતદાન નોંધાયું 

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન સાંજે 6 કલાકે પૂર્ણ થયું હતું,6 જિલ્લાની 26 બેઠકો પર 239 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. અને ઉમેદવારોના ભાવી EVMમાં સીલ થયા હતા.સાંજે 5 કલાક સુધીમાં 54 ટકા અને સાંજે 6 કલાક સુધીમાં 60 ટકા આસપાસ મતદાન નોંધાયું હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.

જમ્મુ-કાશ્મીરના બીજા તબક્કામાં 26 બેઠકો માટે 3500 મતદાન મથકો પર 13000 પોલિંગ અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા.રાજૌરી અને રિયાસીમાં 2021થી રેકોર્ડ આતંકી હુમલાઓ થતાં હોવાથી અહીં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.પ્રથમ તબક્કા બાદ ચૂંટણીના બીજા રાઉન્ડમાં પણ મતદારોએ ઉત્સાહ બતાવ્યો હતો.જોકે હજી ત્રીજા તબક્કાનું અંતિમ મતદાન બાદ ચૂંટણીનું પરિણામ આવશે,હાલ તો દરેક રાજકીય પક્ષોએ પોતાની જીતનો દાવો કર્યો છે.  

Latest Stories