Connect Gujarat
દેશ

બીજા તબક્કાની 88 બેઠકો પર મતદાન પૂર્ણ, ત્રિપુરા મણીપુરમાં સૌથી વધુ મતદાન

18મી લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 88 બેઠકો પર મતદાનનો સમય સાંજે 6 વાગ્યે સમાપ્ત થયો.

બીજા તબક્કાની 88 બેઠકો પર મતદાન પૂર્ણ, ત્રિપુરા મણીપુરમાં સૌથી વધુ મતદાન
X

18મી લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 88 બેઠકો પર મતદાનનો સમય સાંજે 6 વાગ્યે સમાપ્ત થયો. જે લોકો લાઈનમાં ઉભા હશે તેઓ જ મતદાન કરી શકશે.સાંજે 5 વાગ્યા સુધી ત્રિપુરામાં સૌથી વધુ 76.23% મતદાન થયું. મહારાષ્ટ્ર, બિહાર અને ઉત્તરપ્રદેશમાં સૌથી ઓછું 53% મતદાન થયું.મણિપુરના ઉખરુલથી એક વીડિયો સામે આવ્યો છે, જેમાં કેટલાક શંકાસ્પદ લોકો બૂથમાં ઘૂસી જાય છે. કોંગ્રેસે લોકશાહીને હાઇજેક કરવાનો આરોપ લગાવ્યો.આ પહેલાં છત્તીસગઢના ગરિયાબંદ જિલ્લામાં બૂથ ડ્યુટી દરમિયાન એક પોલીસકર્મીએ પોતાને ગોળી મારી દીધી. તે મધ્યપ્રદેશનો રહેવાસી છે.તૃણમૂલ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે કેન્દ્રીય દળો બંગાળની બે લોકસભા સીટ બાલૂરઘાટ અને રાયગંજમાં મહિલાઓને મતદાન કરવાથી રોકી રહ્યા છે. બાલૂરઘાટમાં બંગાળ ભાજપના અધ્યક્ષ સુકાંત મજૂમદાર અને તૃણમૂલ કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ પણ થયું.

Next Story