મહારાષ્ટ્ર,ઝારખંડમાં 20 નવેમ્બર, 2024 વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. આજે સવારે 7 વાગ્યાથી બંને રાજ્યોના મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા યોજાઈ હતી.મહારાષ્ટ્રના અનેક દિગ્ગજ નેતાઓ જેમ કે શરદ પવાર, મુખ્યમંત્રી એકનાશ શિંદે, ઉદ્ધવ ઠાકરે, અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસના ભાવિનો ફેંસલો થશે.
મહારાષ્ટ્રમાં આજે મતદાન થયું હતું અને 23મીએ પરિણામ જાહેર કરાશે. બીજી તરફ, ઝારખંડમાં આજે બીજા અંતિમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે અને 23 નવેમ્બરે પરિણામ જાહેર કરાશે.ઝારખંડમાં સત્તાધારી ઈન્ડિયા બ્લોક અને NDA વચ્ચે મુકાબલો છે. આ સિવાય ચાર રાજ્યોની 15 બેઠકો પર પેટાચૂંટણી પણ યોજાઈ રહી છે.
મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી માટે થયેલા મતદાનમાં સાંજે 5 વાગ્યા સુધીમાં મહારાષ્ટ્રમાં 58.22 ટકા અને ઝારખંડમાં બીજા તબક્કામાં 67.59 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે ઉત્તરપ્રદેશની નવ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી સંપન્ન થઈ છે.કરહલ, કુંદરકી,સીસામઉ, કટેહરી, ગાઝિયાબાદ, ખૈર,મઝવા,મીરાપુર, ફૂલપુર આ નવ બેઠકો પર મતદાન પ્રક્રિયા યોજાઇ હતી.