/connect-gujarat/media/post_banners/8c2dd55e0857487f7467937f73e19314ac1df61b4c2377642117008c642376bb.webp)
પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી શનિવારે (27 એપ્રિલ)ના રોજ હેલિકોપ્ટરમાં ચઢતી વખતે જ લથડિયું ખાઈને પડી ગયા હતા. આ અકસ્માત પશ્ચિમ બર્ધમાનના દુર્ગાપુરમાં થયો હતો. મમતા ત્યાં પ્રચાર માટે ગયા હતા.આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં જોવા મળે છે કે મમતા પોતાની કારમાંથી ઉતરીને હેલિકોપ્ટરમાં બેસી રહ્યા હતા. આ દરમિયાન હેલિકોપ્ટરના ગેટ પર તેમનો પગ લપસી ગયો અને તેઓ પડી ગયા.મમતાના સુરક્ષાકર્મીઓએ તેમને સંભાળ્યા. જોકે તેમને સામાન્ય ઈજા થઈ છે. આ ઘટના બાદ મમતાએ પોતાની ચૂંટણી યાત્રા ચાલુ રાખી હતી. દુર્ગાપુર પછી તેઓ આસનસોલ જવા રવાના થયા. આ પહેલા મમતા બેનર્જી 14 માર્ચે કોલકાતામાં તેમના ઘરે પડી ગયા હતા. વર્ધમાન લોકસભા સીટ પર ટીએમસી ઉમેદવાર કીર્તિ આઝાદ અને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દિલીપ ઘોષ વચ્ચે મુકાબલો છે.