મહાત્મા ગાંધીની પુણ્યતિથિને શહીદ દિવસ તરીકે શા માટે ઉજવવામાં આવે છે?, વાંચો અહીં...

ગાંધીજીએ ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવવામાં બહુ મોટું યોગદાન આપ્યું છે.

New Update
મહાત્મા ગાંધીની પુણ્યતિથિને શહીદ દિવસ તરીકે શા માટે ઉજવવામાં આવે છે?, વાંચો અહીં...

ગાંધીજીએ ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવવામાં બહુ મોટું યોગદાન આપ્યું છે. તેમણે ભારતની સ્વતંત્રતા, વિકાસ અને સમૃદ્ધિ માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. 30 જાન્યુઆરી, 1948ના રોજ નાથુરામ ગોડસેએ મહાત્મા ગાંધીની ગોળી મારીને હત્યા કરી હતી. ગાંધીજીના બલિદાનને યાદ કરવા અને તેનું સન્માન કરવા દર વર્ષે 30મી જાન્યુઆરીને શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે તે તમામ શહીદોને પણ યાદ કરવામાં આવે છે જેમણે દેશની આઝાદી માટે હસતા હસતા પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. આજે બાપુના કારણે જ આપણે સૌ મુક્ત હવામાં શ્વાસ લઈ રહ્યા છીએ. ગાંધીજીના સરળ વ્યક્તિત્વ અને આધ્યાત્મિક જીવનએ માત્ર ભારતને જ નહીં પરંતુ વિશ્વને શાંતિ, અહિંસા અને સમરસતાનો માર્ગ બતાવ્યો.

શહીદ દિવસનો ઇતિહાસ (30 જાન્યુઆરી)

30 જાન્યુઆરી, 1948ના રોજ મહાત્મા ગાંધી દિલ્હીના બિરલા ભવનમાં સાંજની પ્રાર્થના સભાને સંબોધવા જઈ રહ્યા હતા. તે જ સમયે, સાંજે લગભગ 5:17 વાગ્યે, તેમને નાથુરામ ગોડસેએ ગોળી મારી દીધી હતી. અહિંસાના પૂજારી ગાંધીજીના મૃત્યુ પછી, તેમની પુણ્યતિથિ (30 જાન્યુઆરી) દર વર્ષે શહીદ દિવસ તરીકે ઉજવવાનું શરૂ થયું. શહીદ દિવસને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પણ આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

શહીદ દિવસ કેવી રીતે ઉજવવામાં આવે છે?

30 જાન્યુઆરીએ શહીદ દિવસના અવસરે, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, સંરક્ષણ મંત્રી અને ત્રણેય સેનાના વડાઓએ રાજઘાટ ખાતેની સમાધિ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ  અર્પે છે. આર્મીના જવાનોએ પણ આ અવસર પર રાષ્ટ્રપિતાને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે તેમના શસ્ત્રો ઝુકાવ્યા હતા. આ ઉપરાંત દેશના તમામ શહીદોની યાદમાં બે મિનિટનું મૌન પણ પાળવામાં આવે છે. શાળાઓ, કોલેજો અને અન્ય સંસ્થાઓમાં મહાત્મા ગાંધીને લગતા અનેક પ્રકારના કાર્યક્રમો અને ભાષણોનું આયોજન કરવામાં આવે છે.

બાપુ આજે ભલે આપણી વચ્ચે નથી, પરંતુ તેમના વિચારો આજે પણ આપણા મનમાં જીવંત છે. ગાંધીજીનો સ્વચ્છતાનો મંત્ર આજે દરેક વ્યક્તિ સુધી પહોંચ્યો છે. ભારત તેમના બલિદાનને હંમેશા યાદ રાખશે.

Latest Stories