/connect-gujarat/media/media_files/2025/04/15/ExJ0GTYR1U7VTkzPbgh1.jpg)
કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ટોલ પ્લાઝા મુદ્દે એક મોટું નિવેદન આપ્યું છે.તેમણે કહ્યું છે કે દેશભરમાંથી ટોલ પ્લાઝા દૂર કરવામાં આવશે. આ માટે ટૂંક સમયમાં નવી ટોલ નીતિ જાહેર કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રીએ એમ પણ કહ્યું કે મુંબઈ-ગોવા હાઇવેનું કામ આ વર્ષે જૂન સુધીમાં પૂર્ણ થઈ જશે. સોમવારે મુંબઈના દાદરમાં આયોજિત એક કાર્યક્રમમાં મંત્રી નીતિન ગડકરીએ આ વાત કહી હતી.
નીતિન ગડકરીએ દેશભરમાંથી ટોલ પ્લાઝા દૂર કરવાની પોતાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો અને કહ્યું કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં નવી ટોલ નીતિ જાહેર કરશે. જોકે, તેમણે આ અંગે વધુ માહિતી આપી ન હતી. તેમણે કહ્યું આગામી 15 દિવસમાં એક નવી નીતિ જાહેર કરવામાં આવશે. એકવાર આ લાગુ થઈ ગયા પછી કોઈને ટોલ વિશે ફરિયાદ કરવાનું કોઈ કારણ રહેશે નહીં.