દિલ્હી રાજઘાટ પર બાપુને નમન કરવા પહોચ્યા વર્લ્ડલીડર્સ, મહાત્મા ગાંધીની સમાધિ પર અર્પણ કરી પુષ્પાંજલિ....

આજે G20 નો બીજો અને છેલ્લો દિવસ છે. ત્યારે દુનિયાના દિગ્ગજ નેતાઓ દિલ્હી રાજઘાટ પર મહાત્મા ગાંધીની સમાધિને પુષ્પાંજલિ અર્પણ કરવા પહોચ્યા હતા.

New Update
દિલ્હી રાજઘાટ પર બાપુને નમન કરવા પહોચ્યા વર્લ્ડલીડર્સ, મહાત્મા ગાંધીની સમાધિ પર અર્પણ કરી પુષ્પાંજલિ....

આજે G20 નો બીજો અને છેલ્લો દિવસ છે. ત્યારે દુનિયાના દિગ્ગજ નેતાઓ દિલ્હી રાજઘાટ પર મહાત્મા ગાંધીની સમાધિને પુષ્પાંજલિ અર્પણ કરવા પહોચ્યા હતા. જ્યાં પીએમ મોદીએ ખાદીની સ્ટોલ નેતાઓને પહેરાવીને તેઓનું સ્વાગત કર્યું હતું. જે બાદ જી-20 દેશોના નેતાઓએ મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારે બાદ પીએમ મોદીએ જો બાયડન સહિતના તમામ નેતાઓને સાબરમતી આશ્રમ વિષે માહિતી આપી હતી. અહી મહાત્મા ગાંધીનું પ્રિય ભક્તિગીત ‘ વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે.... ગવાયું હતું. ત્યારબાદ વિશ્વના નેતા અને અન્ય પ્રતિનિધિ ભારત મંડપમના લીડર્સ લાઉંઝમાં પહોંચ્યા હતા. જ્યાં તમામ નેતાઓએ ભારત મંડપમના સાઉથ પ્લાઝામાં વૃક્ષારોપણ સમારંભમાં ભાગ લીધો હતો.   

Latest Stories