ફિલિસ્તાનમાં ભારતીય રાજદૂત મુકુલ આર્યનું નિધન થયું છે. મુકુલ આર્યનો મૃતદેહ રામલ્લાહ સ્થિત ભારતીય દૂતાવાસમાંથી મળી આવ્યો છે. સ્થાનિક મીડિયાએ રવિવારે આ જાણકારી આપી. વિદેશ મંત્રી એસ જયશંકરે મુકુલ આર્યના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
તેમણે ટ્વીટ કર્યું, “રામલ્લાહમાં ભારતના પ્રતિનિધિ શ્રી મુકુલ આર્યના નિધન વિશે જાણીને ઊંડો આઘાત લાગ્યો. તે તેજસ્વી અને પ્રતિભાશાળી અધિકારી હતા. તેમની સામે હજુ ઘણું બધું હતું. ઓમ શાંતિ. ‘સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂત ટીએસ તિરુમૂર્તિએ પણ રાજદૂત મુકુલ આર્યના આકસ્મિક નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેણે કહ્યું, ‘આ ખરેખર આઘાતજનક છે. એક અદ્ભુત વ્યક્તિને આટલી નાની ઉંમરે છીનવી લેવામાં આવ્યો હતો .તેમના પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના.
