ભરૂચના મક્તમપુર વિસ્તારમા રાત્રે એક અજગર ઇન્ડિયન રોક પાયથોન દેખાયો હોવાની માહિતી મળતા સ્થાનિકોમાં થોડો ભયનો માહોલ સર્જાયો હતો.આ બાબતે નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટના યોગેશ મિસ્ત્રીને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ યોગેશભાઈએ વન વિભાગના RFOને જાણ કરી હતી.વન વિભાગના માર્ગદર્શન હેઠળ યોગેશ મિસ્ત્રી, હિરેન શાહ અને રમેશ દવે તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. ટીમ દ્વારા અજગરનું સફળતાપૂર્વક અને સંપૂર્ણ સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. પછી આ અજગરને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.