• તા.પં.ની પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીનો મામલો

  • ચૂંટણી પૂર્વે જ વાસિયા ડુંગરી નજીક પથ્થરમારો

  • આપાના ઉમેદવારોના વાહનો રોકવામાં આવ્યા

  • હુમલાખોરોએ વાહનોમાં કરી  તોડફોડ

  • પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ 

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી યોજાય તે પહેલા જ લોહીયાળ જંગ ખેલાયો છે! આમ આદમી પાર્ટીના ઉમેદવારો પર જીવલેણ અને હિંસક હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે.

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકા પંચાયત ભવન ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી માટે આજે મતદાન યોજાવાનું છે. આ ચૂંટણીમાં ભાગ લેવા માટે આમ આદમી પાર્ટીના ઉમેદવારો વાહનો લઈને નીકળ્યા હતા. પરંતુ તેઓ તાલુકા પંચાયત પહોંચે તે પહેલા જવાસિયા ડુંગરી નજીક રસ્તા વચ્ચે તેમના વાહનોને આંતરી લેવામાં આવ્યા હતા. અજાણ્યા તત્વો દ્વારા આપના ઉમેદવારોના વાહનો પર જોરદાર પથ્થરમારો અને હિંસક હુમલો કરવામાં આવ્યો છે. ગાડીઓના કાચ તોડી નાખવામાં આવ્યા છે અને આપના નેતાઓને પંચાયત જતા રોકવા માટે ભારે ધમાલ મચાવવામાં આવી છે.

ચૂંટણી પહેલા થયેલા આ હિંસક હુમલાને પગલે સમગ્ર પંથકમાં ભારે તંગદિલી વ્યાપી ગઈ છે. જોકેઘટનાની ગંભીરતાને જોતા જ પોલીસ એક્શનમાં આવી છે. સ્થાનિક પોલીસનો મોટો કાફલો તાત્કાલિક અસરથી વાસિયા ડુંગરી અને ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસ કર્યા હતા. આ હુમલો કોણે કર્યો અને તેની પાછળ કયા રાજકીય તત્વોનો હાથ છેતેને લઈને પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.