કોરોના મહામારી વચ્ચે આ સિઝનની IPL સસ્પેન્ડ, BCCI દ્વારા લેવાયો નિર્ણય

New Update
કોરોના મહામારી વચ્ચે આ સિઝનની IPL સસ્પેન્ડ, BCCI દ્વારા લેવાયો નિર્ણય

દેશમાં ચાલતી કોરોના મહામારીના કારણે આ સિઝનની ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) સસ્પેન્ડ કરવામાં આવી છે. આ વિશે BCCIના રાજીવ શુક્લાએ માહિતી આપી હતી. IPL-2021ની શરૂઆત પહેલા જ ઘણા ખેલાડીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા.

કોલકાતા નાઈટ રાઇડર્સના નીતીશ રાણા, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના દેવદત્ત પડિક્કલ, દિલ્હી કેપિટલ્સના અક્ષર પટેલ, એનરિચ નોર્ખિયા અને ડેનિયલ સિમ્સને પણ સંક્રમિત થઈ ચૂક્યા હતા. હકીકતમાં આજે રમાનારી મુંબઈ-સનરાઈઝર્સ મેચ વિશે પણ પહેલેથી ચિંતા હતી જ. કારણકે મુંબઈ ઈન્ડિયન્સે શનિવારે સીએસકે સામે મેચ રમી હતી અને મેચ દરમિયાન બાલાજી તેમની સાથે ઘણીવાર સંપર્કમાં આવ્યા હતા. અને હવે સનરાઈઝર્સના ઋદ્ધિમાન સાહા પણ કોરોના પોઝિટિવ હોવાની વાત સામે આવી છે. KKRના વરુણ ચક્રવર્તી અને સંદીપ વોરિયર પહેલાં જ પોઝિટિવ નોંધાયા છે.ત્યારે મહત્વપૂર્ણ નિર્ણય લઈ આઈ.પી.એલ.ની આ સિઝન રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

Latest Stories