ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2022 સીઝનમાં ઋષભ પંતની આગેવાની હેઠળની દિલ્હી કેપિટલ્સ (ડીસી) ટીમને ગુરુવારે બેવડી હારનો સામનો કરવો પડ્યો હતો.પહેલા તેને લખનૌ સુપર જાયન્ટ્સ (એલએસજી) દ્વારા 6 વિકેટે હરાવ્યો હતો. આ પછી સ્લોઓવર રેટના કારણે ટીમને દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
ગુરુવારે મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં દિલ્હીની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. મેચ પછી ટીમને આઇપીએલની આચાર સંહિતા હેઠળ સીઝનમાં પ્રથમ વખત ન્યૂનતમ ઓવર-રેટ માટે દોષિત ઠેરવવામાં આવી હતી. જેના કારણે દિલ્હી ટીમના કેપ્ટન ઋષભ પંતને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
