IPL 2026 ની 52મી મેચ રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ હતી. ગુજરાત ટાઇટન્સે આ મેચ 77 રનથી જીતી હતી. આ જીત સાથે ગુજરાત પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગયું છે. આ મેચમાં રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. સાઈ અને ગિલની ફિફ્ટીની મદદથી ગુજરાતે 229 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાન માત્ર 152 રનમાં જ સમેટાઈ ગયું હતું. રાશિદ ખાને ચાર વિકેટ લીધી હતી. 

230 રનનો પીછો કરતા રાજસ્થાને શરૂઆત સારી કરી હતી. એમાં વૈભવે 16 બોલમાં 36 રન બનાવ્યા હતા. પણ વૈભવની વિકેટ પડતાની સાથે જ રાજસ્થાન પ્રેશરમાં આવી ગયું હતું. જેમાં યશસ્વી પણ માત્ર ત્રણ રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ જુરેલે 24 રન બનાવીને ઇનિંગને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે પણ આઉટ થયો હતો. જાડેજાએ 38 રન બનાવ્યા હતા. સમગ્ર રાજસ્થાન ટીમ 152 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેમાં રાશિદ ખાને 4, જેસન હોલ્ડરે 3 અને રબાડાએ 2 વિકેટ લીધી હતી.

ગુજરાતની ઇનિંગ્સ શુભમન ગિલ અને સાઈ સુદર્શને શરૂઆત કરી હતી. આ બંનેએ વિસ્ફોટક બેટિંગ કરીને છગ્ગા અને ચોગ્ગા ફટકાર્યા હતા. સાઈએ માત્ર 30 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. આ બંનેએ 118 રનની પાર્ટનરશીપ કરી હતી. સાઈ 55 રન બનાવીને આઉટ થયો હતો. ત્યાર બાદ ગિલે 84 રન બનાવ્યા હતા અને સુંદરે 37 રન બનાવ્યા હતા. જેના લીધે ગુજરાતનો સ્કોર 4 વિકેટે 229 સુધી પહોંચ્યો હતો.