/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/08/06132155/pic.jpg)
‘યે રિશ્તે હૈં પ્યાર કે’ ફૅમ એક્ટર સમીર શર્માએ મુંબઈમાં મલાડ સ્થિત પોતાના ઘરમાં આત્મહત્યા કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે એક્ટરે બે દિવસ પહેલાં આત્મહત્યા કરી હતી. ઘરમાંથી કોઈ સુસાઈડ નોટ મળી નથી.
છેલ્લાં થોડાં વર્ષથી સમીરની તબિયત સારી નહોતી અને તેને કારણે તે દવાઓ લેતો હતો. થોડાં મહિનાથી તેની તબિયતમાં સુધારો થયો હતો અને તે સેટ પર પણ આવતો હતો. જોકે, લૉકડાઉન બાદથી તેનો ટ્રેક શરૂ થયો નહોતો. તે ‘યે રિશ્તે હૈં પ્યાર કે’માં કુહૂ (કાવેરી પ્રિયમ)ના પિતાના રોલમાં હતો.
સમીર શર્માએ ‘જ્યોતિ’, ‘કહાની ઘર ઘર કી’, ‘લેફ્ટ રાઈટ લેફ્ટ’, ‘ઈસ પ્યાર કો ક્યા નામ દૂ’, ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’ જેવી સિરિયલમાં કામ કર્યું હતું.
44 વર્ષીય સમીર શર્માએ બુધવાર પાંચ ઓગસ્ટના રોજ મલાડ વેસ્ટ સ્થિત નેહા CHS બિલ્ડિંગમાં આવેલા પોતાના ઘરમાં ફાંસી લગાવી હતી. મલાડ પોલીસના મતે, સમીરે આ વર્ષે ફેબ્રુઆરીમાં ઘર ભાડેથી લીધું હતું. રાતના ડ્યૂટી દરમિયાન ચોકીદારે સમીર શર્માહને લટકતી હાલતમાં જોયો હતો.