જામનગર : ટ્રાફિકના નવા નિયમો સામે ભારે વિરોધ, દંડની રકમ મર્યાદા અને હેલ્મેટ, સીટ બેલ્ટની હૈયાહોળી

New Update
જામનગર : ટ્રાફિકના નવા નિયમો સામે ભારે વિરોધ, દંડની રકમ મર્યાદા અને હેલ્મેટ, સીટ બેલ્ટની હૈયાહોળી

જામનગરમાં આજથી પોલીસ દ્વારા ટ્રાફિકના નવા નિયમની કડક અમલવારીની શરૂઆત થઈ ચૂકી છે, લોકોના ભારે વિરોધ વચ્ચે પણ હેલ્મેટ, સીટ બેલ્ટની હૈયાહોળી શરૂ થઈ છે ત્યારે, ટ્રાફિકના નવા નિયમો મોકૂફ રાખવા તેમજ હેલ્મેટ પહેરવા શહેરમાંથી મુક્તિ આપવાની માંગ સાથે લોક હિતરક્ષક સમિતિ દ્વારા જિલ્લા કલેકટરને રજૂઆત કરાઇ હતી.

જામનગર શહેરમાં ભારે વિરોધના વંટોળ વચ્ચે પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિકના નવા નિયમોની કડક અમલવારી અને ભારે દંડની વસૂલાત શરૂ કરવામાં આવી છે. ચોમેર ઉઠી રહેલા વિરોધ વચ્ચે પણ સરકાર તથા તંત્ર વાહકો પ્રજાની કોઈપણ મુશ્કેલીને ધ્યાનમાં રાખ્યા વગર આજથી જાહેર માર્ગો પર જાણે કે આતંકવાદી શોધવાના હોય તે રીતે હેલ્મેટ પહેર્યા વગર ટુ વ્હીલર ચલાવતા વહન ચાલકો અને સીટ બેલ્ટ બાંધ્યા વગર કાર ચલાવતા લોકોને પકડવા માટે ચારેકોર ગોઠવાઈ ગયા છે. જામનગરના પવન ચક્કી, સાત રસ્તા, ડિકેવી સર્કલ સહિતના કેટલાક માર્ગો પર પોલીસે સંખ્યાબંધ વહંચાલકોને ટ્રાફિકના નિયમોનો ભંગ કરતાં પકડી પાડી હજારો રૂપિયાના દંડ વસૂલવાનું શરૂ કર્યું છે.

જામનગર શહેરમાં લોક હિતરક્ષક સમિતિ દ્વારા ટ્રાફિકના નવા નિયમ તથા દંડની રકમના વિરોધમાં રેલી યોજી જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી નવો કાયદો મોકૂફ રાખવા અપીલ કરી હતી. જામનગર જિલ્લા કલેકટર રવિશંકરને અપાયેલા આવેદન પત્રમાં જણાવાયું હતું કે, સરકાર દ્વારા લાગુ પાડવામાં આવેલ નવા વાહન ધારા કાયદામાં જણાવેલ જોગવાઈ અને દંડની રકમ ખૂબ જ મોટા પ્રમાણમાં છે જે નાગરિકો માટે અસહ્ય છે. હાલના આર્થિક બદહાલીના દિવસોમાં જ્યારે જામનગરની ૪૦% પ્રજા ૨૦૦થી ૨૫૦ રૂપિયા મજૂરી કરી મહિનાના ૧૫ દિવસ રોજગારી મળતી હોય ત્યારે આર્થિક દંડ અસહ્ય છે. લોકોની આવક મર્યાદાની સ્થિતિને ધ્યાનમાં રાખીને કાયદાની જોગવાઈ સરકારી પ્રતિનિધિ કરે તો જ લોકશાહીના મૂલ્યનું જતન થઈ શકે તેમ માનવામાં આવી રહ્યું છે.

Latest Stories