જંબુસર પોલીસ દ્વારા નવયુગ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને વસ્ત્રો તથા શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું
ભરૂચ જિલ્લાના જંબુસર પોલીસ દ્વારા નવયુગ વિદ્યાલય અને હોસ્ટેલના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વસ્ત્રો તથા શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગુજરાત, સમાચાર
આ પ્રસંગે સિનિયર સિટીઝન ગૃપના પ્રમુખ જીતસિંહ મકવાણા, સમાજ સેવક ચંદ્રકાંત જંબુસરીયા,હર્ષદ અર્ધવ્યુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.અને નવયુગ વિદ્યાલયના ટ્રસ્ટી રણછોડ પઢીયારે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. આ સમગ્ર આયોજન પોલીસ પ્રતિનિધિ રાકેશ પટણીના સહયોગથી નવયુગ વિદ્યાલયના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે કર્યું હતું અને જંબુસર પોલીસ પરિવારનો આભાર માન્યો હતો.
