જામનગર : રાંધણ ગેસની સબસીડી અંગે મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર કચેરી ખાતે પાઠવાયું આવેદન પત્ર

New Update
જામનગર : રાંધણ ગેસની સબસીડી અંગે મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર કચેરી ખાતે પાઠવાયું આવેદન પત્ર

જામનગર શહેરમાં મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા રાંધણ ગેસની સબસિડી મામલે રેલી યોજી જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. ગુજરાત સરકાર દ્વારા લોકોના બેન્ક ખાતામાં છેલ્લા 3 મહિનાથી સબસીડી જમા કરવામાં આવી નથી, ત્યારે સબસીડી જમા થાય તેવી માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો.

publive-image

જામનગર શહેર મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રંજન ગજેરાની રાહબરી હેઠળ કોર્પોરેટ સહિત કોંગ્રેસ મહિલા આગેવાનોએ રેલી યોજી જિલ્લા કલેક્ટર કચેરી પહોંચી સીટી મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્યમાં મે, જૂન અને જુલાઈ માસના સમયગાળા દરમ્યાન ગેસ એજન્સીઓ દ્વારા ગેસના બાટલાના પૂરેપૂરા પૈસા વસુલ કરવામાં આવ્યા છે. પરંતુ સરકાર દ્વારા ગેસના બાટલામાં સરેરાશ રૂપિયા 140થી 200 રૂપિયા મળવાપાત્ર સબસીડીની રકમ લાભાર્થીઓના ખાતામાં જમા કરાવવામાં આવે છે. જે આજદિન સુધી જમાં નહીં થતાં સબસીડી જમા થાય તેવી માંગ સાથે મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ગત સપ્ટેમ્બર 2019માં રૂપિયા 585નો ગેસનો બાટલો મળતો હતો. જે જુલાઈ 2020માં 700 રૂપિયાની સપાટીએ પહોંચવા આવ્યો છે. ગેસના ભાવ વધારાથી જનતા ત્રસ્ત બની ગઈ છે, ત્યારે રાંધણ ગેસની સબસીડી અંગે રાજ્યના મુખ્યમંત્રી સુધી રજૂઆત પહોચે તે માટે મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવાયું હતું.

Latest Stories