જામનગરમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની ઊપસ્થિતિમાં શહેર અને જિલ્લા ભાજપ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જામનગરમાં શહેર અને જિલ્લા ભાજપ દ્વારા પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના બે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જામનગરના ઓશવાળ સેન્ટર ખાતે શહેર અને જિલ્લા કક્ષાનું પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની ઊપસ્થિતિમાં ભાજપ આગેવાનો અને કાર્યકર્તાઓનું સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા કાર્યકરોને સંબોધી તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો અને કાર્યકરોને જણાવ્યુ હતું કે ભાજપ પેજ સમિતિના સભ્યો બહોળી સંખ્યામાં બનાવો દરેક પેજ પર મિનિમમ 150 સભ્યો બનવા જોઈએ અને ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પક્ષના દરેક કાર્યકરોનું માન અને સન્માન જાળવવું પડશે તેમ જણાવ્યુ હતું. વધુમાં તેમણે કહ્યું કે રાજ્યમાં જામનગર સૌપ્રથમ 100 ટકા વેકસીનેશન થયેલું શહેર છે જામનગરને પ્રથમ રહેવાની આદત છે અને તેને જાળવી રાખવું તે પક્ષના કાર્યકરોએ જોવાનું છે.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170