/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/05/23171849/maxresdefault-80.jpg)
જામનગરના ઝાખર ખાતે 100 બેડના કોવીડ કેર સેન્ટરનું રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું..
રાજયમાં કોરોનાની બીજી લહેરમાં દર્દીઓની સંખ્યા વધી જતાં હોસ્પિટલોમાં બેડ ખુટી પડયાં હતાં. આવા સંજોગોમાં હવે ઠેર ઠેર કોવીડ કેર સેન્ટર ખોલવામાં આવી રહયાં છે. જામનગરના ઝાખર ગામે નાયરા એનર્જી કંપનીએ 100 બેડના કોવીડ કેર સેન્ટરનું નિર્માણ કર્યું છે જેનું મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ઇ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર PSA પ્લાન્ટ થકી હોસ્પિટલોમાં મેડિકલ ઓક્સિજનનો પૂરતો જથ્થો સુનિશ્ચિત કરી રહી છે. PSA પ્લાન્ટ થકી લિક્વિડ ઓક્સિજન પર નિર્ભર રહ્યા વગર સીધો હવામાંથી જ સકસન પ્રક્રિયા વડે મેડિકલ ઓક્સિજન બનાવી શકાય છે. આનાથી 300 ટન જેટલી ઓક્સિજન ક્ષમતા વધશે તેમ તેમણે ઉમેર્યું હતું.રાજ્ય સરકારે રાજ્યમાં આવા 36 પ્લાન્ટ સ્થાપવાના શરૂ કર્યા છે.નાયરા એનર્જી દ્વારા આવા બે પ્લાન્ટ જામનગર તથા દ્વારકા ખાતે જનસેવામાં સમર્પિત થતાં સ્થાનિક આરોગ્ય તંત્ર કોરોનાની બીજી લહેર સામે વધુ સક્ષમ અને સંભવિત ત્રીજી લહેર સામે સજ્જ બન્યું છે.હાલ મ્યુકરમાઈકોસીસનો આપણે સામનો કરી રહ્યા છીએ ત્યારે આ રોગની સારવાર માટે દર્દીઓ માટે અલગ વોર્ડ તથા પૂરતા પ્રમાણમાં ઈન્જેકશન દવાઓ મળી રહે તેની પણ રાજ્ય સરકારે ચિંતા કરી છે.